તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
મહાકુંભ સૈન્યને કેમ ન સોંપ્યો? પ્રેમાનંદ પુરી
નાસભાગ બાદ શ્રી નિરંજની અખાડાના મહામંડલેશ્વરે સરકાર સામે રોષ વ્યકત કર્યો

પ્રયાગરાજ તા. ર૯: મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ સરકાર અને પોલીસ પ્રશાસન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું છે કે પોલીસ ભીડને સંભાળી શકી નહીં. આ પોલીસના નિયંત્રણમાં નહોતું. મહાકુંભ સેનાને હવાલે કરવું જોઈતું હતું. તેમણે કહ્યું કે સંતોએ શરૂઆતથી જ સરકાર પાસે આ મેળો સેનાને સોંપવાની માંગ કરી હતી.
ભાગદોડ પછી, મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી મીડિયા સાથે વાત કરતાં રડી પડયા હતા તેમણે કહ્યું કે આ મેળાને સેનાને સોંપવામાં આવે. હજુ પણ સમય છે. ‘‘અમે પહેલાથી જ કહ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવી જોઈએ પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. જ્યારે આટલા બધા લોકો આવે છે ત્યારે પરિસ્થિતિને સંભાળવી પોલીસનું કામ નથી. મારું મન ખૂબ જ દુઃખી છે. મેં મારા મિત્રોને મેદાનમાં કહ્યું કે તમારે અહીંથી કોઈ જ જાહેરાત ન કરવી જોઈએ કે અહી આવી ગંભીર ઘટના બની છે. તમારે ધીમે ધીમે તમારા ભક્તોને તેમના શિબિરોમાં પાછા ફરવાનું કહેવું જોઈએ. કારણ કે ત્યાં પણ નાસભાગ થવાની શકયતા છે. જો કુંભને સેનાને સોંપવામાં આવ્યો હોત, તો મને નથી લાગતું કે આટલો મોટો અકસ્માત થયો હોત.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
