<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મહાકુંભમાં નાસભાગ મામલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્‍યક્‍ત કર્યુ

પીડિતોને દરેક સંભવ મદદ કરાશે : રાજ્‍ય સરકારના સતત સંપર્કમાં

નવી દિલ્‍હી, તા.૨૯: ગઈ કાલે પ્રયાગરાજના સંગમ વિસ્‍તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્‍માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીને આ ઘટના વિશે દરેક ક્ષણની માહિતી આપવામાં આવી રહી છે. સીએમ આદિત્‍યનાથ યોગીએ કહ્યું કે પીએમ મોદીએ સવારથી ચાર વખત તેમની સાથે વાત કરી છે અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો છે.

તે જ સમયે, પીએમ મોદીએ આ ઘટના પર દુઃખ વ્‍યક્‍ત કર્યું અને ટવીટર પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે લખ્‍યું, પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્‍યંત દુઃખદ છે. આમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્‍તો પ્રત્‍યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપથી સ્‍વસ્‍થ થવાની કામના કરું છું. સ્‍થાનિક વહીવટીતંત્ર પીડિતોને શકય તેટલી મદદ પૂરી પાડી રહ્યા છીએ. હું આમાં વ્‍યસ્‍ત છું. મેં આ સંદર્ભમાં મુખ્‍યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્‍ય સરકારના સંપર્કમાં છું.

પ્રધાનમંત્રી મોદીએ સીએમ યોગી સાથે વાત કરીને ઘટનાની સમીક્ષા કરી અને તાત્‍કાલિક રાહત પગલાં લેવા નિર્દેશ આપ્‍યો. કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ સતત પરિસ્‍થિતિનો તાગ મેળવી રહ્યા છે.

ભાગદોડ બાદ, સીએમ યોગી આદિત્‍યનાથ કુંભ મેળા વિસ્‍તારમાં હાજર ઉચ્‍ચ અધિકારીઓ પાસેથી સતત અપડેટ્‍સ લઈ રહ્યા છે. તેમણે ભક્‍તોને અપીલ કરી છે કે તેઓ જે ઘાટની નજીક છે ત્‍યાં તાાન કરે અને સંગમ નાક તરફ જવાનું ટાળે. તેમણે કહ્યું કે તાાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્‍યા છે જેનો ઉપયોગ કરી શકાય છે. સીએમ યોગીએ વહીવટીતંત્રના નિર્દેશોનું પાલન કરવાનું કહ્યું છે.

મૌની અમાવસ્‍યા નિમિત્તે સંગમ વિસ્‍તારમાં ભક્‍તોની ભારે ભીડ જોવા મળી હતી. ભીડ એટલી વધી ગઈ કે લોકો બેરિકેડ તોડીને સૂતેલા ભક્‍તો પર ચઢી ગયા

(3:01 PM IST)