તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 29th January 2025
પહેલગાવમાં ગંડોલાની સવારી કરી શકાશેઃ શિયાળામાં પણ મજા માણી શકશે પર્યટકો
પ્રસ્તાવિત ગંડોલા રાઇડ ૨ કીમીમાં ફેલાયેલી હશે : બરફીલા પહાડો અને દેવદારના ગાઢ જંગલોની મજા કરાવશે : યોજના અંતિમ ચરણમાં :અરૂ ઘાટીમાં પણ ડ્રૈગ લીફટ બનાવવા કવાયત : રમત-ગમત અને સાહસિક પ્રવૃતિઓને મળશે પ્રોત્સાહન

(સુરેશ ડુગ્ગર દ્વારા) તા.૨૯: કાશ્મીરના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ માંહેના પહેલગામમાં અત્યાધુનિક ગંડોલા સેવા શરૂ થવા જઇ રહી છે. જેને પ્રસિધ્ધ ગુલમર્ગ ગંડલા સાથે ટક્કર આપવા ડીઝાઇન કરાઇ છે. આ આયોજનનો હેતુ પર્યટન ક્ષમતાને વધારવા અને વર્ષ આખુ ખાસ કરીને ઠંડીના મહિનાઓમાં પણ સહેલાણીઓને આકર્ષીત કરવાનો છે.
પ્રપ્ત માહિતિ મુજબ પ્રસ્તાવીત ગંડોલા માર્ગ લગભગ ૨ કિમી ઢંકાયેલા પહાડો અને ગાઢ દેવદારના જંગલોથી ઘેરાયેલું છે. પર્યટન અધિકારી મુજબ પરિયોજના તેના અંતિમ ચરણમાં છે, જે અંગે ટૂંક સમયમાં ડાયરેકટર દ્વારા નિર્ણય લેવાશે.
વન અને અન્ય સંબંધીત વિભાગોના કેટલાક એનઓસી બાકી છે. પ્રક્રિયામાં ઝડપ લાવવાના પ્રયાસ હજી ચાલી રહ્યા છે. પર્યાવરણીય સ્થિરતાને ધ્યાનમાં રાખી કરાયેલ ડીઝાઇન સુનિヘતિ કરે છે કે વૃક્ષોને ન કાપવામાં આવે. શીયાળામાં રમત-ગમત અને સાહસિક પર્યટનને પ્રોત્સાહન આપવા અરૂ ઘાટી માટે એક ડ્રૈગ લીફટની યોજના પણ બનાવાઇ છે. આ પહેલાથી પહેલગામ આખું વર્ષ પર્યટન સ્થળમાં બદલવાની આશા છે.
આ યોજનાઓનો સ્થાનિક હોટલ સંચાલકો અને ટ્રાવેલ એજન્ટોએ પણ સ્વાગત કર્યુ છે. હોટલ વ્યવસાયીઓ મુજબ અહીં ગરમીમાં પર્યટકો આવતા હોય છે. પણ શીયાળામાં ખૂબ જ ઘટાડો નોંધાય છે. ગંડોલા-ડ્રૈગ લીફટ જેવી સુવીધાથી આખું વર્ષ પહેલગામ જીવંત બની રહેશે. ગંડોલા પરિયોજના માટે ગેમ ચેન્જર બની રહેશે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
