તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ભારતમાં કુલ ડીજીટલ પેમેન્ટમાં યુપીઆઇનો હિસ્સો ર૦ર૪માં ૮૩ ટકા
ર૦ર૪ માં દેશમા ર૦૮.પ બીલીયન ડીજીટલ પેમેન્ટ ટ્રાંઝેકશન થયા

મુંબઇઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ના પેમેન્ટ સીસ્ટમ્સના આંકડાઓ અનુસાર, સંચિત ડીજીટલ પેમેન્ટસ ઇકોસિસ્ટમમાં યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઇ)નું યોગદાન પાંચ વર્ષમાં બમણા કરતા પણ વધીને ર૦૧૯ માં ૩૪ ટકાથી વધીને ર૦ર૪ માં ૮૩ ટકા થયું છે.
નેશનલ ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી), રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ), ઇમીડીયેટ પેમેન્ટ સર્વિસ(આઇએમપીએસ) અને ૬૬ ટકાથી ઘટીને ર૦ર૪ માં ૧૭ ટકા થઇ ગયો છે. માત્ર ર૦ર૪ માં દેશમાં ર૦૮.પ બિલિયન ડીજીટલ પેમેન્ટ ટ્રાંઝેકશન નોંધાયા હતા. ભારતની રીયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ્સ યુપીઆઇનો વધતો હિસ્સો આ ડીજીટલ પેમેન્ટ પધ્ધતિને અપનાવવા માટે જવાબદાર ગણી શકાય ર૦૧૯ અને ર૦ર૪ વચ્ચે યુપીઆઇ પીટુએમ (વ્યકિતથી વેપારી) ચુકવણીઓનું પ્રમાણ યુપીઆઇ પીટુપી (વ્યકિતથી વ્યકિત) વ્યવહારો કરતા ઝડપથી વધ્યું છે.
યુપીઆઇ પીટુએમએ પાંચ વર્ષના સમયગાળામાં રૂપિયા પ૦૦ થી નીચેના ટ્રાન્ઝેકશન મૂલ્યો માટે ૯૯ ટકાના ચક્રવૃધ્ધિ વાર્ષિક વૃધ્ધિ દર (સીએજીઆર) પર વૃધ્ધિ પામી છે. તેનાથી વિપરીત, યુપીઆઇ પીટુપી એ જ સમયગાળામાં પ૬ ટકાના સીએજીઆર સાથે વૃધ્ધિ પામી હતી.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એનપીસીઆઇ)ની ઓછી કિંમતની ટ્રાંઝેકશન પેમેન્ટ પધ્ધતિ, યુપીઆઇ લાઇટ, ડીસેમ્બર ર૦ર૪ માં રોજના ર.૦૪ મીલીયન વ્યવહારો નોંધે છે જેનું મૂલ્ય ર૦.૦ર કરોડ હતું.(૩૬-૮)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
