તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
રજ્જુભૈયા એટલે સહજ, સરળ ભાવગંગા : આવતીકાલે આ મહાન દેશભક્તનો જન્મદિવસ
કર્મવીર મહાન વૈજ્ઞાનીક, મહાન દેશ ભકત ડો.રજ્જુભૈયાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ તાઃર૯ જાન્યુઆરી ૧૯ર૮ રોજ બુલંદ શહેર (ઉત્તરપ્રદેશ)ના બનેલ ગામે જન્મેલા રાજેન્દ્રસિંહ ‘‘રજ્જુ''
રજ્જુભૈયા દેશભરમાં પ્રખ્યાત થઈ ગયા. એમ.એસ.સી. (અંતિમ વર્ષ)ની પરીક્ષા લેવા માટે નોબેલ પુરસ્કાર વિજેતા ડો. ચંદ્રશેખર વેંકટરામણ આવ્યા હતા. રાજેન્દ્રસિંહની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેમણે પોતાની સાથે કામનો પ્રસ્તાવ મૂકયો હતો.
પ્રયાગ વિશ્વ વિદ્યાલયમાં પ્રાધ્યાપક હતા અને ત્યારબાદ ભૌતિક શાષા વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂકયા હતા અને ભૌતિક શાષાના પ્રાધ્યાપક તરીકે તેમણે અનેક વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં નિપુણ બનાવ્યા હતા.અત્યંત કઠિન પરિસ્થિતીમાં પણ શાંત સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવમાં વિશિષ્ટતા હતી. રજ્જુભૈયા મનનો સદૈવ એક ભાવ રહ્યો હતો કે, બધાને સાથે લઈને ચાલવાનું છે. મતભેદ હોવા છતાય વ્યકિતગત સંબંધોનું માધુર્ય જાળવી રાખવું જોઈએ. રજ્જુભૈયા દરેક જુથના પ્રાધ્યાપકોની સાથે સરખો તોહપૂર્ણ સંબંધ રાખતા.
૧૯૫૪ થી ૧૯૫૮ વિશ્વવિદ્યાલયમાં ભૌતિક વિભાગમાં સૌથી વધુ લોક પ્રિય અને સન્માનીય પ્રાધ્યાપકોમાં ગણાતા હતા. એ દિવસોમાં ભૌતિક વિભાગમાં રીડરનું સ્થાન ખાલી હતું. પરંતુ રજ્જુભેયા વરિષ્ઠ હોવા છતાય એ પદ માટે અરજી કરી ન હતી.લોકોએ કારણ પુછતા જણાવ્યુ કે, મારે દેશસેવામાં સમય વધારે ફાળવવો છે. આમ વિશ્વવિદ્યાયલમાંથી રાજીનામું આપી દીધુ અને દેશ સેવામાં લાગી ગયા જીંદગીભર અપરણીત રહી પ્રાધ્યાપકથી દેશભક્તિ સુધી સમાજ સેવા કરતા ગયા શરૂઆતમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને પૂર્ણ ભારતમાં પ્રવાસ કરતા ગયા. એકતરફ ઈસ્લામી કટ્ટરવાદ બોમ્બ હત્યાનો સીલસીલો ચાલી રહ્યો છે બીજી તરફ ઈસાઈ- પヘમિની આર્થીક શકિતઓ ભારત જેવા વિકાસ શીલ જેવા રાષ્ટ્ર અને પ્રાચીન સભ્યતા - આઘાત કરી રહી છે અને સેકયુલારિસ્ટોની ઢોંગી વિચારધારા હિન્દુ સમાજને તોડવાના કામમાં લાગે છે. ત્યારે હિન્દુસમાજનો કોઈપણ વર્ગ પછાત ન રહી જાય ભેદભાવનો શિકાર ન બને તેવી સખત ચિંતા તેમને સતત રહ્યા કરતી.
આવા દેશભક્ત રજજુભેયાએ લાખો સ્વયંસેવકોને દેશભક્તિના કામમાં જોડાવ્યા હતા ‘‘શાખા જ ઘડતરનું માધ્યમ છે'' તેવું તેને તેનું પ્રેરક ઉદબોધન જાન્યુઆરી ૨૦૦૦માં ગુજરાતમાં સંકલ્પ શિબિરમાં કરેલ હતું જે આજે પણ સ્વયંસેવકને પ્રેરણાદાયી કર્મશિલના જીવમાંથી સતત પ્રેરણા આપતી રહે છે.
૧૦મી માર્ચે ૨૦૦૦ના રોજ નાદુરસ્ત તબીયતને હિસાબે વિશ્વના શ્રેષ્ઠ સંગઠનના સરસંઘચાલકની જવાબદારીની મુક્તિ માંગી હતી
રજજુભેયાએ તેમને પોતાને વારસામાં મળેલ બધી જ સંપત્તી દેશસેવા માટે ભેટ આપી દીધી હતી. પિતાજીએ એમના માટે જે કંઈપણ નાણા મુકયા હતા તે પણ દેશસેવા માટે આપી દીધેલ હતા . ગુરૂપૂર્ણિમાં ઉત્સવબાદ ૧૪ જુલાઈ ૨૦૦૩ ના રોજ આ કર્મવિરનું મહાપ્રયાણ થયું.( આલેખનો જે.આર.સંઘાણી,મો.૯૪૨૮૨૦૦૫૨૦, રાજકોટ)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
