તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
પ્રયાગરાજના મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30થી વધુ લોકોના મોત: મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ
પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 90 લોકો ઘાયલ થયા હતા જેમાંથી 30 લોકોના મોત થયા

પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા છે. મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. આ માહિતી મેળા પ્રશાસને એક પત્રકાર પરિષદમાં અધિકારીઓને આપી છે. કર્ણાટકના ચાર અને ગુજરાતના એક ભક્તની પણ ઓળખ થઈ ગઈ છે.
મેળા પ્રશાસનના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે કેટલાક ભક્તો બેરિકેડ તોડીને આગળ વધવા માંગતા હતા. આ સમય દરમિયાન કેટલાક ભક્તો સૂતા હતા જે કચડાઈ ગયા. ડીઆઈજીએ કહ્યું કે ત્યાં કોઈ વીઆઈપી પ્રોટોકોલ નહોતો. ઘાયલોની માહિતી માટે હેલ્પલાઇન નંબર 1920 જારી કરવામાં આવ્યો છે.
મૌની અમાવસ્યાના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહેલા સંતો અને મહંતો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુંઓએ ઉત્સાહ સાથે આ ભવ્ય આયોજનમાં ભાગ લીધો છે. સંગમ તટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
