<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મહાકુંભમાં જતા પહેલા જાણો હેલ્પલાઈન નંબર:ખોવાઈ જવા કે કોઈ સમસ્યા કે ઈમર્જન્સીમાં ક્યાં નંબર પર કરશો કોલ ?

કોઈપણ પ્રકારની સમસ્યાના કિસ્સામાં તમે પ્રયાગરાજ મેળા ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.

નવી દિલ્હી :મહાકુંભમાં જે પ્રકારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે તે અંગે માહિતી સાંભળીન સૌ કોઈ ભારે આશ્ચર્યમાં છે. મૌન અમાવસ્ય નિમિત્તે શાહી સ્નાન સમયે જે ભાગદોડ સર્જાઈ હતી ને કેટલાક શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. આજે એક અંદાજ પ્રમાણે 10 કરોડ લોકો પ્રયાગરાજ પહોંચ તેવો અંદાજ છે.

આ સંજોગોમાં જરૂરી છે કે પોતાના પ્રિયજનો સાથે રહેવું, તેમની પૂરતી કાળજી રાખવી તથા વધારે પડતી ભીડની સ્થિતિ ધરાવતા સ્થળોથી દૂર રહેવું. આજે અમે ઈમર્જન્સી અથવા જરૂર પડે તો પ્રયાગરાજ કુંભમેળા ઓથોરિટીનો કેવી રીતે સંપર્ક કરવો તેની માહિતી આપી રહ્યા છીએ.

આ સ્થિતિમાં તમારા પ્રિયજનો સાથે રહેવું તેમની સંભાળ રાખવી અને ખૂબ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું મહત્વપૂર્ણ છે.અમે તમને જણાવી રહ્યા છીએ કે કોઈપણ પ્રકારની કટોકટી કે જરૂરિયાતના કિસ્સામાં તમે પ્રયાગરાજ કુંભમેળા ઓથોરિટીનો સંપર્ક કેવી રીતે કરી શકો છો. મહાકુંભ માટે રેલવેનો ટોલ ફ્રી નંબર 1800 4199 139 પણ છે.

 કોઈપણ પ્રકારની સમસ્યાના કિસ્સામાં તમે પ્રયાગરાજ મેળા ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.

  • પ્રયાગરાજ મેળા ઓથોરિટી: 0532-2504011, 0532-2500775
  • મહાકુંભ વોટ્સએપ ચેટબોટ: 08887847135
  • મહાકુંભ ફાયર હેલ્પલાઇન: 1945
  • મહાકુંભ ફૂડ એન્ડ સપ્લાય હેલ્પલાઇન: 1010
  • મહાકુંભ હેલ્પલાઇન: 1920
  • મહાકુંભ એમ્બ્યુલન્સ: 102, 108
  • ગુમ થયેલ મેળવવા હેલ્પલાઇન: 0532-2504011, 0532-2500775
  • મહાકુંભ મેળા પોલીસ હેલ્પલાઇન નંબર: 1944
  • મહાકુંભ આપત્તિ હેલ્પલાઇન: 1077
  • Email ID: [email protected]
  • તમે મહાકુંભની વેબસાઇટની મુલાકાત લઈને પણ અમારો સંપર્ક કરી શકો છો.
  • આ ઉપરાંત, સરકારે મહાકુંભ માટે X (ટ્વિટર), ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવવામાં આવેલ છે.

(7:17 PM IST)