તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
કુંભ મેળામાં 27 વર્ષ પછી પતિ-પત્ની ફરી મળ્યા: પત્નીએ તેના પતિને ઓળખી લીધો :પુત્રએ કહ્યું- બાબુજી ઘરે ચાલો
ગંગાસાગર યાદવ કે જેઓ સાધુ બન્યા બાદ બાબા રાજકુમાર અઘોરી બન્યા:પરિવાર તેમને ઘરે લઈ જવા વિનંતી કરી રહ્યો છે.પરંતુ બાબા રાજકુમાર અઘોરી પરિવારના સભ્યોને ઓળખી રહ્યા નથી

ઝારખંડના ભુલી ગામના શ્યામ નગરમાં રહેતા મુરલી યાદવ સાથે પણ કૈક અલગ જ થયું છે, 27 વર્ષ પહેલા ઘર છોડી ગયેલા તેમના મોટા ભાઈ ગંગાસાગર યાદવ કુંભ મેળામાં જોવા મળ્યા હતા. માહિતી મળતા જ ગંગાસાગર યાદવની પત્ની ધનવા દેવી પોતાના આખા પરિવાર સાથે કુંભ મેળામાં પહોંચી હતી.
તેમના પતિ ગંગાસાગર યાદવે 27 વર્ષ પહેલા ઘર છોડી દીધું હતું. ત્યારથી આજદિન સુધી આખો પરિવાર તેને શોધવામાં વ્યસ્ત રહ્યો. હવે આખો પરિવાર ગંગાસાગર યાદવ કે જેઓ સાધુ બન્યા બાદ બાબા રાજકુમાર અઘોરી બન્યા છે તેમને ઘરે લઈ જવા વિનંતી કરી રહ્યો છે. તો બાબા રાજકુમાર અઘોરી પરિવારના સભ્યોને ઓળખી રહ્યા નથી. મુરલી યાદવે કુંભ મેળા પોલીસને પણ અપીલ કરી છે.
કુંભ મેળામાં પહોંચેલી ધનવા દેવીએ જણાવ્યું કે, તેમના પતિનો ડાબો હાથ તૂટી ગયો હતો. હું પત્ની છું, મારાથી વધુ સારી રીતે કોણ જાણે? તેના કપાળ પર ઊંડો ઘા હતો, જેના પર કાપાના નિશાન હતા. આ નિશાન હજુ પણ છે. આગળના બંને દાંત મોટા છે. પત્નીએ દાવો કર્યો કે તે તેનો પતિ જ છે.
ધનવા દેવીએ વધુમાં કહ્યું કે, તે 27 વર્ષથી સિંદૂર લગાવી રહી છે અને આ વાત તેણે તેના પતિને પણ જણાવી છે. તેણે કહ્યું કે તેની સાથે એક મહિલા સાધુ પણ હતી, જેના કારણે તેણે ઘર છોડી દીધું હતું. તેમના પતિ અને મહિલા સાધુ તેમના પરિવારના સભ્યોની વાત સાંભળતા નથી. ઘરમાં દિયરના લગ્ન હતા, એટલા માટે તે ઘર છોડીને નીકળી ગયા હતા.
20 વર્ષ પહેલા પટનામાં એક અકસ્માત થયો હતો, લોકોને કહેવામાં આવ્યું હતું કે તેના પતિનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ મૃતકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 27 વર્ષ સુધી પરિવારના સભ્યો તેમને શોધવા માટે ફરતા રહ્યા. ત્યારે હાલ થોડા દિવસ પહેલા ઘરનો એક સભ્ય કુંભમાં આવ્યો હતો તેણે જ પતિને ઓળખ્યો ત્યારબાદ આ પરિવાર અહીં પહોંચ્યો હતો.
ગંગાસાગર યાદવને જોઈને તેમના પુત્ર કમલેશ યાદવે કહ્યું, બાબુજી, ચાલો ઘરે જઈએ. વારંવાર તે તેના પિતાને ઘરે જવા માટે વિનંતી કરતો રહ્યો. તેણે કહ્યું કે જ્યારે તે 2 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ ઘર છોડ્યું હતું.
પરિવારના લોકોએ આ અંગે કુંભમેળા પોલીસને ફરિયાદ કરી છે અને પોલીસ તેમના સ્તરે આ મામલે તપાસ કરી રહી છે. મુરલી યાદવે કહ્યું કે તેણે આશા વ્યક્ત કરી છે કે તેનો મોટો ભાઈ તેના પરિવારના સભ્યોની વાત સાંભળશે અને ઘરે પરત ફરશે. હાલમાં પરિવારના ઘણા સભ્યો બાબાને સાંત્વના આપવા જઈ રહ્યા છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
