<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મહા કુંભ દુર્ઘટનાની ન્યાયિક તપાસ થશે :સીએમ યોગી દ્વારા મૃતકોના પરિજનોને 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત

પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલા અકસ્માતમાં પ્રશાસને 30 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી

પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલા અકસ્માતમાં પ્રશાસને 30 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી છે. મંગળવારે રાત્રે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે આવેલા ભક્તોની ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત સંગમ કિનારે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ પ્રશાસને પરિસ્થિતિને કાબૂમાં લેવાનું શરૂ કર્યું. છે

મુખ્યમંત્રી યોગીના આદેશ અનુસાર કુંભ દુર્ઘટનાની ન્યાયિક તપાસ થશે, જેના માટે પૂર્વ ન્યાયાધીશ હર્ષ કુમારની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. વીકે ગુપ્તા, નિવૃત્ત આઈએએસ બીકે સિંહને સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પોલીસ અકસ્માતના તળિયે જવા માટે પણ તપાસ કરશે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે 3 સભ્યોનું પંચ આ ઘટનાની તપાસ કરશે. તેમણે આ ઘટના પર દુખ પણ વ્યક્ત કર્યું છે.

  પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલા અકસ્માતમાં પ્રશાસને 30 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી છે. મંગળવારે રાત્રે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે આવેલા ભક્તોની ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત સંગમ કિનારે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ પ્રશાસને પરિસ્થિતિને કાબૂમાં લેવાનું શરૂ કર્યું. મોડી સાંજ સુધી માહિતી આપતાં મહાકુંભ નગર ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા છે.

(8:24 PM IST)