News of Wednesday, 29th January 2025
ઈન્ડિયા ગઠબંધનની હાર માટે મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ઠીકરું ફોડ્યું :ભૂલોને કારણે ભાજપને ફરી તક મળી
મમતા બેનર્જીએ પુસ્તકમાં દાવો કર્યો કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જેટલી બેઠકો જીતી હતી તે મુખ્યત્વે ગઠબંધનના અન્ય સહયોગીઓના સમર્થનને કારણે શક્ય બની

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નવા પુસ્તકમાં કોંગ્રેસની આકરી ટીકા કરી છે. અને કેન્દ્રમાં ત્રીજી વખત ભાજપની સત્તા પર પાછા ફરવા માટે તેને જવાબદાર ગણાવી છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસની ભૂલોને કારણે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું અને ભાજપને બહુમતી વિના સત્તામાં પાછા ફરવાની તક મળી.
મંગળવારે કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મમતા બેનર્જીના ત્રણ નવા પુસ્તકો લૉન્ચ કરવામાં આવ્યા હતા, આમાંથી એક પુસ્તકનું નામ છે 'બાંગ્લાર નિર્બચન ઓ આમરા'. જેમાં તેમણે 2024ની સામાન્ય ચૂંટણીના પરિણામો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. મમતા બેનર્જીએ તેમના પુસ્તકમાં જણાવ્યું હતું કે, “અમે ભારતીય જનતા પાર્ટી (BJP) સામે એક મજબૂત વિપક્ષી ગઠબંધન બનાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, જેમાં તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈ શકે. શરૂઆતથી જ અમે કોમન મિનિમમ પ્રોગ્રામ અને કોમન મેનિફેસ્ટોનો આગ્રહ રાખતા હતા. વિપક્ષી ગઠબંધનનું નામ પણ મારો પ્રસ્તાવ હતો. કોંગ્રેસને રાષ્ટ્રીય ગઠબંધનના નેતા બનવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ આ હોવા છતાં, ન તો કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ હતો કે ન તો કોઈ સામાન્ય મેનિફેસ્ટો, ગઠબંધનના સભ્યો ચૂંટણીમાં એકબીજાની વચ્ચે હરીફાઈ કરી રહ્યા હતા. આનો ફાયદો ભાજપને મળ્યો અને બહુમતી વિના સત્તામાં પાછા ફરવામાં સફળ રહી.
મમતા બેનર્જીએ પુસ્તકમાં એવો પણ દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જેટલી બેઠકો જીતી હતી, તે મુખ્યત્વે ઈન્ડિયા ગઠબંધનના અન્ય સહયોગીઓના સમર્થનને કારણે શક્ય બની હતી. મમતા બેનર્જીએ બંગાળમાં કોંગ્રેસ અને સીપીઆઈના નેતૃત્વવાળા ડાબેરી મોરચા વચ્ચે સીટ વહેંચણીની ગોઠવણ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે તે ભાજપ સાથે ગુપ્ત કરાર હેઠળ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ વિરોધી ગઠબંધન છે. મમતા બેનર્જી અનુસાર, 2024ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની સફળતા તેમની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોથી પ્રેરિત જનતાના સમર્થનને કારણે હતી.
2024ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 29 બેઠકો જીતી હતી. 2019માં તેની સંખ્યા 22 હતી. તે જ સમયે, ભાજપનું પ્રદર્શન 12 બેઠકો સુધી મર્યાદિત હતું. 2019ની ચૂંટણીમાં ભાજપના 18 સાંસદો હતા. કોંગ્રેસે એક બેઠક જીતી હતી, જ્યારે CPI(M)ના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચાને કોઈ બેઠક મળી નથી
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
