<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

યુવા સાધુ-સાધ્વીની કૃત્રિમ લાંબી જટા ખર્ચાળ

યુવા સાધુ અને સાધ્વી પોતાની અનેક મીટર લાંબી જટાઓને કારણે કુંભનગરીમાં આકર્ષણનું કેન્દ્ર :હકીકતમાં તેમની આ જટાઓ બનાવટી છે.

મહાકુંભ નગર: ઈન્ફ્લુઅંસર હર્ષા રિછારીયા સહિત અનેક યુવા સાધુ અને સાધ્વી પોતાની અનેક મીટર લાંબી જટાઓને કારણે કુંભનગરીમાં  આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ હકીકતમાં તેમની આ જટાઓ બનાવટી છે. યુવાઓમાં તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કુંભનગરીમાં પણ લોકો કૃત્રિમ જટાઓ લગાવવા આવી રહ્યા છે, જોકે તે ખૂબ જ ખર્ચાળ છે. તેને લગાવવામાં રૂ.૮-૧૦ હજારથી દોઢ-બે લાખ સુધીનો ખર્ચ થય છે. તેને તૈયાર કરવામાં (કૃત્રિમ જટા) કૈનાકુલરનો ઉપયોગ થાય છે, જે ખૂબ મોંઘો હોય છે.

(11:18 PM IST)