<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

દુર્લભ ૨૫૧ વાદ્ય યંત્રોનો સંગમ દેશના પારંપરિક સંગીતને ચરિતાર્થ કરી રહ્યો છે

સિક્કિમના લુપ્ત વાદ્ય નૌમતી બાજા, ગાયને સારંગી, લીંબૂ જનજાતિનું બૈબ્રુગ, નેગ્રા, ડંફુ, માડલ તથા ટૂગના વગેરે અતિ દુર્લભ વાદ્ય

મહાકુંભ નગર: કુંભક્ષેત્રમાં અધ્યાત્મજ નહીં પરંતુ વાદ્ય યંત્રોનો પણ સંગમ જોવા મળી રહ્યો છે. મહાકુંભના સેક્ટર-૭ માં ઉભું કરવામાં આવેલ કલાકુંભ પ્રદર્શનમાં દુર્લભ ૨૫૧ વાદ્ય યંત્રનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે, જેને જોવા માટે લોકોની ભારે ભીડ જામે છે. આ પ્રદર્શનમાં સૌથી આકર્ષક વાદ્ય યંત્ર જો કોઈ હોય તો તે, પૂર્વ હિમાલય ક્ષેત્રનું સૌથી નાનું અને લોકપ્રિય વાદ્ય યંત્ર “બિનાયો” છે. આ પ્રદર્શન જનજાતિય સંસ્કૃતિ સંસ્થાન, સંસ્કૃતિ વિભાગ તરફથી લગાવવામાં આવ્યું છે.

   પ્રદર્શનના  નિર્દેશક પ્રો.ઓમ પ્રકાશ ભારતીએ આ પ્રદર્શનમાં ૨૫૧ રજૂ કરવામાં આવેલા વાદ્ય યંત્રોની માહિતી આપતા જણાવ્યું હતું કે, અહી સિક્કિમના લુપ્ત વાદ્ય નૌમતી બાજા, ગાયને સારંગી, લીંબૂ જનજાતિનું બૈબ્રુગ, નેગ્રા, ડંફુ, માડલ તથા ટૂગના વગેરે અતિ દુર્લભ વાદ્ય છે, જે પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત બિહારનું રોશન ચૌકી, પૂરની બાજા, તુબકી, ઢોલ પિપહી, નારદી મૃદંગ, અને સંથાલી માનર જેવા જનજાતિના  પ્રાચીન વાદ્યયંત્રો પ્રદર્શનમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે કેરલના પંચવાદ્ય અને ઉત્તર પ્રદેશની શહનાઈ, નગાડા (નગારૂ), તેમજ છત્તીસગઢનું  મારિયા ઢોલ, ધનકુલ, મુંડા બાજા, રમતુલ્લા, અને પશ્ચિમ બંગાળનું શ્રીખોલ, બેના, તેમજ આસમનું સરિન્ડા, બોડો ખામ, અને મણીપુરનું પુંગ, પેના, જ્યારે ઝારખંડનું ધુમસા, ઢાંક તથા ગુજરાતની પુંગી વાજા સહિત દેશના તમામ રાજ્યોના પ્રાચીન વાદ્યો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.

(11:41 PM IST)