<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

પ.બંગાળઃ ક્‍લાસમાં પ્રોફેસર અને વિદ્યાર્થીના લગ્નનો વિડીયો વાયરલ

મૌલાના અબ્‍દુલ કલામ આઝાદ યુનિ.નો કિસ્‍સો : સિંદુર લગાવવું પ્રોજેક્‍ટનો ભાગ હોવાનો કોલેજનો બચાવ, બંનેને રજા પર મોકલાયા

કોલકાતા તા.૩૦: પヘમિ બંગાળના નદિયા જિલ્લાના હરીણઘાટામાં સ્‍થિત મૌલાના અબ્‍દુલ કલામ આઝાદ વિશ્વ વિદ્યાલયના વાયરલ વિડીયો બાદ હોબાળો થયો છે. આ વિડીયોમાં પહેલા વર્ષનો વિદ્યાર્થી -ોફેસરની માંગમાં સિંદુર ભરતો જોવા મળ્‍યો હતો.

રિપોર્ટ મુજબ, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મહિલા પ્રોફેસરને રજા પર મોકલી આપવામાં આવ્‍યા હતા. સ્‍થાનિક સૂત્રોના જણાવ્‍યા અનુસાર, જે ફોટો અને વિડીયોને લઈને હોબાળો થયો છે તે એક પ્રોજેક્‍ટ માટે અભિનય હતો.

વિશ્વવિદ્યાલયે હજી એ વાત સ્‍પષ્ટ નથી કરી કે, જો સિંદુર લગાવવું સ્‍ટડી પ્રોજેક્‍ટનો ભાગ હતો ત્‍યારે વિદ્યાર્થી અને પ્રોફેસરને કેમ રજા પર મોકલી આપવામાં આવ્‍યા છે?

(10:34 AM IST)