<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું હોય તો ૧૬ પાનાનું ફોર્મ ભરવું પડશે

પૂજારીનું પ્રમાણપત્ર પણ જરૂરી છે.. જાણો ઉત્તરાખંડના UCCમાં શું નિયમ છે? ઉત્તરાખંડના સીએમ પુષ્‍કર સિંહ ધામીએ દેહરાદૂનમાં યુનિફોર્મ સિવિલ કોડ પોર્ટલ પર એક પુસ્‍તકનું વિમોચન કર્યું: આમાં, UCC સંબંધિત નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી છે

દેહરાદૂન, તા.૩૦: ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે. આમાં, સૌથી વધુ ચર્ચા લિવ-ઇન નિયમો અંગે થઈ રહી છે. ધામી સરકારે યુસીસી અંગે બનાવેલા નિયમો અનુસાર, યુગલોએ લિવ-ઇન નોંધણી માટે ૧૬ પાનાનું ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત, પૂજારી પાસેથી એક પ્રમાણપત્ર મેળવવું પડશે જેમાં જણાવવામાં આવશે કે પ્રેમી યુગલ ઈચ્‍છે તો લગ્ન કરવા માટે લાયક છે. જો કોઈ દંપતી તેમના લિવ-ઇન રિલેશનશિપને રજીસ્‍ટર ન કરાવે તો તેમને ૬ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. ઉત્તરાખંડમાં, યુસીસીના નિયમો ફક્‍ત મૂળ રહેવાસીઓ પર જ નહીં, પરંતુ અન્‍ય રાજ્‍યોના ત્‍યાં રહેતા લોકો પર પણ લાગુ પડશે.

લિવ-ઇન અંગે યુસીસીના નિયમો શું છે? લિવઇન માટે નોંધણી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે. આમાં, તમારે એ પણ જણાવવું પડશે કે તમે પહેલાથી જ લિવ-ઇન રિલેશનશિપમાં છો કે લિવ-ઇન રિલેશનશિપમાં જવાનો ઇરાદો ધરાવો છો. જો કોઈ વ્‍યક્‍તિ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે તો તેને લગ્નની પરવાનગીનો પુરાવોની જરૂર પડશે. જો કોઈ ચોક્કસ સમુદાયમાં લગ્ન સંબંધો માટે કોઈ ચોક્કસ સમુદાયના પૂજારી અથવા ધાર્મિક નેતાની જરૂર હોય, તો કાયદાકીય નિષ્‍ણાતોને ડર છે કે આનાથી આંતર-જાતિ અને આંતર-ધાર્મિક સંબંધો લગભગ અશકય બની શકે છે. બેંગલુરુ સ્‍થિત વરિષ્ઠ વકીલ જયના કોઠારીએ જણાવ્‍યું હતું કે સરળ શબ્‍દોમાં કહીએ તો, તે એક ધર્મનિરપેક્ષ કાયદો છે જેમાં લગ્ન માટે લાયક બનવા માટે લિવ-ઇન રિલેશનશિપમાં પ્રવેશવા માટે પણ પૂર્વ ધાર્મિક મંજૂરી જરૂરી છે.

જૂના સંબંધો વિશે પણ માહિતી આપવી પડશે, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ તેમના અગાઉના સંબંધો વિશે પણ માહિતી આપવી પડશે. આમાં, વર્તમાન લિવ-ઇન રિલેશનશિપ શરૂ થાય તે પહેલાં વૈવાહિક અથવા લિવ-ઇન રિલેશનશિપ વિશેની માહિતી ફરજિયાત છે. આ દસ્‍તાવેજોમાં છૂટાછેડાનો અંતિમ આદેશ, લગ્ન રદ કરવાનો અંતિમ આદેશ, જીવનસાથીનું મળત્‍યુ પ્રમાણપત્ર, સમાપ્ત થયેલા લિવ-ઇન સંબંધનું પ્રમાણપત્ર શામેલ હોઈ શકે છે.

યુસીસી હેઠળ, રજિસ્‍ટ્રાર પાસે પોતાની જાતે અથવા ફરિયાદના આધારે કોઈપણ વ્‍યક્‍તિને તેમના લિવ-ઇન રિલેશનશિપ રજીસ્‍ટર કરવા માટે નોટિસ જારી કરવાની સત્તા છે. આ ઉપરાંત, જો લિવ-ઇન કપલ ૨૧ વર્ષથી ઓછી ઉંમરનું હોય, તો રજિસ્‍ટ્રારે લિવ-ઇન રિલેશનશિપ રજીસ્‍ટર કરાવનારા પક્ષકારોના માતાપિતાને જાણ કરવી પડશે. (રર.પ)

 

(4:30 PM IST)