News of Thursday, 30th January 2025
કાલથી બજેટ સત્ર : રાષ્ટ્રપતિનું સંબોધન : શનિવારે બજેટ
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે શરૂ થશે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે :સત્રનો બીજો તબક્કો ૧૦ માર્ચથી શરૂ થશે : સત્રમાં કુલ ૨૭ બેઠકોનો પ્રસ્તાવ છે

નવી દિલ્હી, તા.૩૦: સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને ૪ એપ્રિલ સુધી ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 'X' પરની એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી ૪ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન બજેટ સત્ર, ૨૦૨૫ માટે સંસદના બંને ગળહો બોલાવવા માટે મંજૂરી આપી
પરંપરા મુજબ, સત્ર ૩૧ જાન્યુઆરીએ સંસદના બંને ગળહોની સંયુક્ત બેઠક સાથે શરૂ થશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે. આ પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ પછી, ૧ ફેબ્રુઆરીએ, નિર્મલા સીતારમણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ અને નાણામંત્રી તરીકે સતત આઠમું બજેટ રજૂ કરશે.
કેન્દ્રીય બજેટ ૨૦૨૫પ્ર૨૬ ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. ૧૩ ફેબ્રુઆરીના રોજ બંને ગળહોની કાર્યવાહી લાંબા સમય સુધી સ્થગિત રહેશે. સંસદની કાર્યવાહી ૧૦ માર્ચે ફરી શરૂ થશે જેમાં વિવિધ મંત્રાલયો/વિભાગોની ગ્રાન્ટ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે અને બજેટ પસાર કરવામાં આવશે.
સત્રનો બીજો તબક્કો ૧૦ માર્ચથી શરૂ થશે અને ૪ એપ્રિલ સુધી ચાલુ રહેવાની શકયતા છે. બજેટ સત્રમાં કુલ ૨૭ બેઠકોનો પ્રસ્તાવ છે. રિજિજુએ જણાવ્યું હતું કે બંને ગળહો ૧૩ ફેબ્રુઆરીએ વિરામ માટે મુલતવી રાખી શકે છે અને ૧૦ માર્ચે વિવિધ મંત્રાલયો અને વિભાગોની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા કરવા માટે ફરી મળી શકે છે.
સત્રના પ્રથમ તબક્કામાં બંને ગળહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થાય છે અને સંસદના બંને ગળહોમાં વડાપ્રધાનના જવાબ સાથે સમાપ્ત થાય છે.(
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
