News of Thursday, 30th January 2025
મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના પેટમાં ભ્રૂણ !
માતાને સામાન્ય ડિલિવરી થવાની શકયતા છે : જો કે, બાળકને જન્મ પછી તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડી શકે છે

બુલઢાણા તા.પ : માતાના ગર્ભમાં બાળક હોય અને એનાય ગર્ભમાં બાળક હોય.... શું તમને પણ આ જાણીને નવાઈ લાગી ને ? પણ, હા આવું બને છે. અને તાજતેરમાં જ મહારાષ્ટ્રના બુલઢાણામાં આવો વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીની હોસ્પિટલમાં છેલ્લા ૩૫ મહિનાથી પેગ્નેન્ટ એક મહિલાની જ્યારે સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે ડોકટરોને જાણ થઈ હતી કે આવું બન્યું છે.
તમને જણાવી દઈએ કે મહિલા છેલ્લા કેટલાંક મહિનાઓથી ગર્ભવતી હતી. પોલીસ અધિકારીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મહિલાની સોનોગ્રાફી દરમિયાન ડોક્ટરોને તેની આ હાલત વિષે જાણ થઈ હતી. હોસ્પિટલનાંસ્ત્રી રોગ વિશેષજ્ઞએ આ માહિતી આપી હતી.
તેઓ આ મામલે જણાવે છે કે અત્યારસુધીમાં દુનિયામાં આ પ્રકારના ૨૦૦ કેસ સામે આવ્યા છે. વળી આવા કેસ ડિલિવરી પછી ધ્યાનમાં આવ્યા છે. ભારતમાં પણ ૧૦-૧૫ કેસ આવ્યાં છે. અત્યારે જે મહિલાના ગર્ભમાં રહેલા બાળકના ગર્ભમાં અન્ય ગર્ભ છે તેની ડિલિવરી કરવાનો પર્યટન કરવામાં આવી રહ્યો છે. આ મહિલાની ઉંમર ૩૨ વર્ષની છે અને તે બે બાળકોની માતા છે.
આ મામલે ડૉક્ટર અગ્રવાલ કહે છે કે, ‘‘અગાઉની સોનોગ્રાફીમાં આ બાબત ચુકાઈ ગઈ હતી. આ એક ખૂબ જ દુર્લભ સ્થિતિ હોઈ તેની કલ્પના પણ કરવી અઘરી છે. આ સ્થિતિ અંગે મેં કેટલાક અન્ય ડોકટરો પાસેથી વિગતવાર અભ્યાસ કર્યો અને તેની પુષ્ટિ કરી છે.''
બુલઢાણા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ભાગવત ભુસારી કહે છે કે, ‘‘માતાને સામાન્ય ડિલિવરી થવાની શકયતા છે. જો કે, બાળકને જન્મ પછી તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડી શકે છે.''
ગર્ભમાં રહેલ બાળકની વળદ્ધિ દેખાઈ રહી છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘‘ફિટસ ઇન ફિટુ'' એમ ઓળખવામાં આવે છે. બહુ જ રૅર કેસમાં આવું બનતું હોય છે. જ્યારે આવા બાળકનો જન્મ થાય છે ત્યારે તેને જન્મ્યા પછી અનેક -કારની અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ -કારનો કેસ મહારાષ્ટ્રના બુલઢાણામાં આવ્યો હોઈ તેણે ચર્ચા જગાવી છે.
જોકે, હજી સુધી આ પ્રકારની ચોક્કસ સ્થિતિ શા કારણોસર સર્જાય છે તે વિષેનું કોઈ સ્પષ્ટ કારણ સમજી શકાયું નથી. પણ, એવું કહેવાય છે કે જ્યારે સમાન જોડકાંનો ગર્ભમાં વિકાસ થતો હોય છે ત્યારે તેની વિકાસયાત્રા દરમિયાન વિસંગતતાના પરિણામે આ -કારની વિચિત્રતા સર્જાય છે.
અત્યારે આ કેસમાં મહિલાની પ્રસૂતિ સુરક્ષિત રીતે થાય અને બાળકને કોઈ નુકસાન ન થાય તે રીતે આગળની -ક્રિયા માટે તેને છત્રપતિ સંભાજીનગરના કોઈ ચીકીત્સા કેન્દ્રમાં મોકલવામાં આવી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
