News of Thursday, 30th January 2025
મહાકુંભમાં નાસભાગ બાદ તંત્રએ નિયમોમાં ફેરફાર કર્યો : જાણો પ્રોટોકોલમાં થયેલા મહત્વનો બદલાવ
ભીડ નિયંત્રણ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે હવે મહાકુંભ વિસ્તારને સંપૂર્ણપણે નો-વ્હીકલ ઝોન જાહેર

પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી નાસભાગ અને ભક્તોના મોત બાદ તંત્રએ મહત્વના નિયમોમાં ફેરફાર કર્યો છે. ભીડ નિયંત્રણ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે હવે મહાકુંભ વિસ્તારને સંપૂર્ણપણે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના વાહનને મેળા વિસ્તારમાં પ્રવેશવાની પરવાનગી નહીં આપવામાં આવે.
આ સાથે જ VVIP પાસ પણ રદ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં ફોર-વ્હીલર વાહનોની એન્ટ્રી પર 4 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વ્યવસ્થાઓની સમીક્ષા બાદ આ નવા નિર્દેશ જારી કરાયા છે. તંત્રે શ્રદ્ધાળુઓને સહયોગ આપવા અને અવ્યવસ્થા ટાળવા અનુરોધ કર્યો છે.
મહાકુંભમાં થયેલા મુખ્ય ફેરફારો:મેળા વિસ્તાર સંપૂર્ણપણે નો-વ્હીકલ ઝોન - તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ.વીવીઆઈપી પાસ રદ કરાયા - વાહનોને કોઈપણ ખાસ પાસ દ્વારા પ્રવેશ આપવામાં આવશે નહીં.રસ્તાઓ વન-વે કરાયા - શ્રદ્ધાળુઓની સુગમ અવરજવર માટે એક તરફી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ - પ્રયાગરાજને અડીને આવેલા જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકવામાં આવી રહ્યા છે.4 ફેબ્રુઆરી સુધી કડક પ્રતિબંધ - શહેરમાં ફોર વ્હીલરના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
