તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 30th January 2025
આજથી માઘી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે સાધના અને ઉપાસનાનો શ્રેષ્ઠ અવસર
શાષાોમાં ચાર નવરાત્રિનું વિશેષ વર્ણન છે

નવી દિલ્હી, તા.૩૦: શાષાોમાં ચાર નવરાત્રિનું વિશેષ વર્ણન છે. જેમાં ચૈત્રમાસમાં આવતી ચૈત્રી નવરાત્રિ, આસોમાસમાં આવતી શારદીય નવરાત્રિ, માઘ અને અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિ-માઘી નવરાત્રિ સાધના અને ઉપાસનાનું પર્વ છે. ઉર્જા-આત્મબળની પ્રાપ્તિ માટે દેવી સાધના-પૂજન-અર્ચનનું વિશેષ મહત્વ છે.
જગત જનનીની ઉપાસના કરવાથી મનુષ્ય પોતાના જીવનમાં ઉત્તમ સફ્ળતા પ્રાપ્ત કરતા હોવાની માન્યતા છે. ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીનું પૂજન કરાય છે.
આ પ્રમાણે બીજા દિવસે બ્રહ્મચારી માતા, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંધ માતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાનું પૂજન કરાય છે.
નવરાત્રિ દરમિયાન માતાજીને પુષ્પ અર્પણ કરી, ધૂપ અને દિપ પ્રગટાવી ખીરનું નૈવેદ્ય અર્પણ કરવાની પરંપરા છે. નવરાત્રિ દરમિયાન કુળદેવીનું પૂજન કરવાને શાષામાં ઉલ્લેખ છે.
જેના અંતર્ગત કારણોમાં કુળદેવીની અંદર જ બધી દેવીઓનો વાસ હોય છે. કુળદેવીનું પૂજન કરવાથી પરિવારનું રક્ષણ થવા ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ-આનંદ અને માન-સન્માન-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ગુપ્ત
૧૨ રાશિના જાતકોએ કયા મંત્રની માળા કરવી
મેષ : રીમ કમલેશ્વર્યે નમઃ
વળષભ : રીમ વળષભ વાહિંન્યે નમઃ
મિથુન : રીમ ચંડીકાયે નમઃ
કર્ક : રીમ ચંદ્રઘંટાય નમઃ
સિંહ : રીમ સિંહ વહિંન્યે નમઃ
કન્યા : રીમ મહાકાલિકાયે નમઃ
તુલા : રીમ કુષ્માંડાયે નમઃ
વળશ્ચિક : રીમ પદમાવત્યે નમઃ
ધન : રીમ અંબિકાય નમઃ
મકર : રીમ મહાગૌરીએ નમઃ
કુંભ : રીમ શ્રીમ કલીમ મંત્ર
મીન : રીમ માતંગયે નમઃ ની માળા કરવી નવરાત્રિ દરમિયાન દશ મહાવિદ્યાઓની ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
