તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Thursday, 30th January 2025
પ્રેગ્નન્ટ મહિલાએ પતિ સાથેના ઝઘડાથી કંટાળીને કોર્ટ પાસેથી ગર્ભપાતની પરવાનગી માગી
કોર્ટે દંપતીને સમજાવતાં કહ્યું કે તમારી વચ્ચેનો આ ઝઘડો એટલો મોટો નથી, બન્ને જણ સમજદારી દાખવો

મુંબઇઃ પતિ સાથે ઝઘડા થતા હોવાથી પ્રેગ્નન્ટ પત્નીએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી કે તેને તેના ૨૦ અઠવાડિયાંના ગર્ભને પાડી નાખવાની મંજૂરી મળે. કોર્ટે દંપતીને સમજાવતાં કહ્યું કે તમારી વચ્ચેનો આ ઝઘડો એટલો મોટો નથી, બન્ને જણ સમજદારી દાખવો અને સહમતીથી એનો નિવેડો લાવો, તમે બન્ને સમજદાર છો, એકબીજાને સમજી શકો એમ છો.
કોર્ટે બન્ને પક્ષના વકીલોને કહ્યું કે બન્ને વચ્ચે પ્લેઝન્ટ વાતાવરણ ઊભું કરો, કારણ કે એ બાળક તેમનું પહેલું બાળક છે. મહિલાના વકીલ તરફથી એવી રજૂઆત થઈ કે તેનો પતિ હંમેશાં તેને એમ જ કહ્યા કરતો હતો કે તે બીજી યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે પરણવા માગતો હતો, તેણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે જે બાળક આવવાનું છે એ તેનું નથી અને એથી તે તેનો સ્વીકાર પણ નહીં કરે. જોકે પતિએ તેના પરના આ આક્ષેપો ફગાવી દીધા હતા.
પતિએ તેની રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘મેં બાળકને સ્વીકારવાનો કયારેય ઇનકાર કર્યો નથી એટલું જ નહીં, બાળક અને પત્ નીની જવાબદારી લેવા પણ તૈયાર છું.' કોર્ટે બન્ને પક્ષની રજૂઆત સાંભળી અને નોંધ્યું કે બન્ને પક્ષ તરફથી મામૂલી ગેરસમજ છે અને પછી એકબીજા સામે આક્ષેપ કરે છે જેમ કે પત્ની પિયર વધુ રહે છે, પતિ તેનાં માતા-પિતાનું જ સાંભળે છે; એ સિવાય તેમની વચ્ચે કોઈ મેજર સમસ્યા હોય એવું જણાતું નથી. એથી તેમની વચ્ચે વકીલો મનમેળ કરાવવાનો -યાસ કરે અને બન્ને જણ આપસી સમજૂતી કરે એવો -યાસ કરો એમ પણ કોર્ટે કહ્યું.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
