<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ઈન્ટરપોલની રેડ નોટિસના કારણે 20 વર્ષ બાદ બે ભાગેડુ ઝડપાયા: કરોડોની ઉચાપતનો આરોપ

તમિલનાડુ પોલીસની વિનંતી પર સીબીઆઈએ ઈન્ટરપોલ દ્વારા તેની વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી :બેંગકોક પહોંચેલા સુંદરમને થાઈ સરકાર દ્વારા રેડ નોટિસના આધારે પ્રવેશ નકારાયો

નવી દિલ્હી : છેલ્લા બે દાયકાથી ફરાર બે ભાગેડુઓની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ટરપોલની રેડ નોટિસને પગલે બંનેને થાઈલેન્ડ અને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને તેઓ એરપોર્ટ પર પહોંચતા જ ઝડપાઈ ગયા હતા. બંને આરોપીઓ પર કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ભાગેડુઓમાં જનાર્દન સુંદરમ અને વિરેન્દ્રભાઈ મણિભાઈ પટેલના નામ છે. સીબીઆઈની માંગ પર ઈન્ટરપોલે બંને સામે રેડ નોટિસ જાહેર કરી હતી.

  જનાર્દન સુંદરમ પર પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારોને રૂ. 87 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. જનાર્દનન તમિલનાડુમાં વોન્ટેડ હતો અને છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયો હતો. રેડ નોટિસ જારી થયા બાદ બુધવારે જનાર્દનને થાઈલેન્ડના બેંગકોકથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને તે ભારતના કોલકાતા એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

  જનાર્દનની ધરપકડ કરવા માટે તમિલનાડુ પોલીસ પણ કોલકાતા પહોંચી હતી અને જનાર્દન સાથે તમિલનાડુ જવા રવાના થઈ ગઈ હતી. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે 'તમિલનાડુ પોલીસની વિનંતી પર, સીબીઆઈને 21 જૂન, 2023 ના રોજ ઈન્ટરપોલ દ્વારા તેની વિરુદ્ધ રેડ નોટિસ જારી કરવામાં આવી હતી.

 28 જાન્યુઆરી 2025ના રોજ બેંગકોક પહોંચેલા સુંદરમને થાઈ સરકાર દ્વારા રેડ નોટિસના આધારે પ્રવેશ નકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ ઈન્ટરપોલ, બેંગકોકમાં ભારતીય દૂતાવાસ અને કોલકાતા એરપોર્ટના અધિકારીઓ સાથે સંકલન કર્યું. જનાર્દન કોલકાતા એરપોર્ટ પર પહોંચતા જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

(2:28 PM IST)