News of Thursday, 30th January 2025
ત્રણેય શંકરાચાર્યે કર્યું અમૃત સ્નાન, નાગા સાધુઓએ હવામાં તલવાર લહેરાવી
શ્રદ્ધાળુઓએ પગની ધૂળ એકઠી કરીઃ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થઈ

પ્રયાગરાજ, તા.૩૦: પ્રયાગરાજમાં થયેલી નાસભાગ બાદ ગઈ કાલે વહેલી સવારે વિવિધ અખાડાઓએ મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર ત્રિવેણી સંગમમાં અમળત તાાન નહીં કરવાનો નિર્ણય લીધો હતો, પણ બપોર સુધીમાં પોલીસ અને પ્રકશાસને અખાડાઓ માટેનો શાહી તાાનનો રસ્તો ખાલી કરી આપતાં સાધુ-સંતોએ અમળત તાાન કર્યું હતું.
વહેલી સવારે અખાડાના સાધુઓ અમળત તાાન માટે નીકળ્યા હતા, પણ ત્રિવેણી સંગમ પર નાસભાગ બાદ પરિસ્થિતિ બેકાબૂ થતાં -શાસને અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અખાડાઓને અમળત તાાન રદ કરવાની વિનંતી કરી હતી, એ પછી સાધુ-સંતોની બેઠક થઈ હતી અને એમાં નિર્ણય લેવાયો હતો કે મૌની અમાવસ્યાએ સાધુ-સંતો અમળત તાાન નહીં કરે.
આ મુદ્દે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ કહ્યું હતું કે ‘જે ઘટના બની છે એના કારણે અમે પણ દુખી છીએ, અમે જનહિતમાં નિર્ણય લીધો છે કે અખાડાઓ આજે તાાનમાં હિસ્સો નહીં લે, આજે ભલે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ પહેલાં તાાન કરે, અમે વસંત પંચમીના દિવસે તાાન કરીશું. આ દુર્ઘટના એટલા માટે થઈ હતી કારણ કે શ્રદ્ધાળુઓ સંગમ તટ સુધી પહોંચવા માગતા હતા. પ્રયાગરાજમાં ગંગા નદીમાં તાાન કરવામાં પણ એ જ પુણ્ય છે જે ત્રિવેણી સંગમના તાાનમાં મળે છે. આમાં પ્રશાસનની ભૂલ નથી, કરોડો લોકોને સંભાળવા આસાન નથી.'
જોકે પ્રશાસને પરિસ્થિતિ પર ત્રણ કલાકમાં કાબૂ મેળવી લીધા બાદ અખાડાઓ સાથે ફરી વાતચીત કરવામાં આવી અને તેઓ રાજી થયા હતા.
શ્રળંગેરી શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વિધુ શેખર ભારતીજી, દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્તીજી અને જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે સંગમમાં ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ સાધુ-સંતોએ નાના ગ્રુપમાં પોતાના ઈષ્ટદેવની સાથે સાંકેતિક તાાન કર્યું હતું.
જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ રથ પર સવાર થઈને નીકળ્યા હતા. ઘોડા અને રથમાં બેસીને નાગા સાધુઓ સંગમ તટે પહોંચ્યા હતા, તેમણે હવામાં તલવાર લહેરાવી હતી અને જયકારા લગાવ્યા હતા.
સાધુ-સંતો પર હેલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અખાડાના સાધુઓએ અમળત તાાન કર્યા બાદ જલદીથી ત્રિવેણી સંગમ તટ ખાલી કરી દીધો હતો.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
