તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 30th January 2025
મર્ડર કેસમાં સમીર શાહ સહિત ત્રણને આજીવન કેદ
ર૦૧૬ના દિનેશ દક્ષિણી હત્યા કેસમાં ટ્રાયલ કોર્ટનો સનસનીખેજ ચુકાદો : રાજમોતી મિલના માલિક ઉપરાંત સસ્પેન્ડેડ યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમાને આજીવન કેદની સજાઃ તાજના સાક્ષી બનેલા સમીર ગાંધી સહિતના સાહેદોની જુબાનીના આધારે સેસન્સ કોર્ટે આપેલ ચુકાદોઃ સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકયાઃ પૈસાની ઉચાપત બાબતે મીલ મેનેજર દિનેશ દક્ષિણીનું અમદાવાદથી અપહરણ કરી બેડીપરા પોલીસ ચોકીમાં ઢોર માર મારવાના કારણે મૃત્યુ થયેલઃ હત્યાના બહુચર્ચિત બનાવનો ૯ વર્ષે ચુકાદો

રાજકોટ તા. ૩૦: રાજકોટની રાજમોતી ઓઈલ મિલના અમદાવાદ સ્થિત બ્રાન્ચ મેનેજરનું ઉચાપત કર્યાની શંકાએ અમદાવાદથી અપહરણ કરી રાજકોટ લાવી પોલીસ ચોકીમાં માર મારતા મોત નીપજ્યું હતું. જે ચકચારી હત્યા કેસમાં સંડોવાયેલા રાજકોટ રાજમોતી મિલના માલિક સમીર શાહ, એએસઆઇ યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમાને તકસીરવાન ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા અને સાત આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ રાજમોતી ઓઈલ મિલના અમદાવાદના કર્મચારી (મેનેજર)નું પોલીસ કસ્ટડી દરમ્યાન શંકાસ્પદ હાલતમાં મળત્યુ થયેલ હોવાના અનુસંધાને મળતકના બનેવી અશોક કેવલરામ ઠકકર (રહે. ડીસા)એ રાજમોતી ઓઈલ મિલના માલિક સમીર શાહ, મેનેજર સમીર ગાંધી, પોલીસ સબ ઈન્સપેકટર મારૂ, આસિ. સબ ઈન્સપેકટર યોગેશ ભટ્ટ, સહિતના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ધોરણસરની કાર્યવાહી અને પોલીસ તપાસના અંતે તપાસનીશ અધિકારી દ્વારા મુખ્ય આરોપીઓ અને આરોપીઓને સાથ આપનાર અન્ય વ્યકિતઓ વિરૂધ્ધ કોર્ટમાં અલગ અલગ ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા રાજમોતી ઓઈલ મિલના રાજકોટ ખાતેના મેનેજર સમીર ગાંધીએ તાજના સાક્ષી બનવાની આપેલી અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવતા તેની જુબાની કોર્ટ રૂબરૂ લેવામાં આવી હતી. તેમજ તાજના સાક્ષીની જુબાની ઉપરથી અન્ય આરોપીઓની સંડોવણી ખુલવા પામતી હોય, જેથી મુળ ફરિયાદી દ્વારા અન્ય આરોપીઓને જોડવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી હતી.
તાજના સાથી તરીકે સમીર ગાંધી દ્વારા અદાલત રૂબરૂ જુબાની દરમ્યાન બનાવની સધળી અને સત્ય હકીકતોથી કોર્ટને વાકેફ કરેલ, જે જુબાની દરમ્યાન તેણે રાજમોતી ઓઈલ મિલના બીજા સહભાગીદાર આરોપી સમીર શાહના ભાઈ શ્યામ શાહનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે બનાવમાં શું ભાગ ભજવ્યો હતો તે હકીકતો કોર્ટને જણાવી હતી. બનાવમાં રાજમોતી મિલના માલીક ભાગીદાર સમીરભાઈ શાહ અને શ્યામભાઈ શાહે અન્ય આરોપીઓને મળતક દિનેશભાઈને મળવા માટે અમદાવાદ મોકલેલ હતા. તેઓને મળ્યા બાદ તેઓ બન્ને દ્વારા તાજના સાક્ષી સાથે ફોનમાં વાતચીત કરેલ હતી અને તેઓ દ્વારા દિનેશ દક્ષિણીને રાજકોટ લઈ આવવા માટેની સુચના આપવામાં આવી હતી. આ બન્ને દ્વારા દિનેશ દક્ષિણીને રાજમોતી ઓઈલ મિલમાં ડરાવવા માટે મારવાની સુચના પણ આપવામાં આવેલ અને ત્યારબાદ પણ મળતક દ્વારા ગેરરીતિની રકમ અંગે ખુલાસો ન આપતા તેઓ દ્વારા બેડીપરા પોલીસ ચોકીના આસી. સબ ઈન્સપેકટર યોગેશ ભટ્ટ સાથે વાતચીત થયેલ અને રકમ સામ, દામ, દંડ જે રીત અપનાવી હોય તે અપનાવી પૈસા કઢાવી આપવા જણાવેલ, અને તેઓ દ્વારા મળેલ સુચના મુજબ યોગેશભાઈએ દિનેશ દક્ષિણીને માર મારેલ અને ત્યાં હાજર વોર્ડ કાર્તીક ગડીયાએ નિલેશભાઈના હાથ પકડી રાખેલ હતા. ત્યારબાદ તે બેશુધ્ધ થઈ જતા તેઓને સારવાર અર્થે દવાખાને લઈ જવામા આવેલ ત્યાં હાજર ફરજ પરના ડોક્ટરે દિનેશ દક્ષિણી મળત્યુ નીપજ્યું હોવાની હકીકત જણાવી હતી. આ રીતે તાજના સાક્ષી દ્વારા પોલીસ તપાસમા જે આરોપીઓ હતા, તે ઉપરાંતના વ્યકિતઓ દ્વારા ગુન્હામાં સક્રીય ભાગ ભજવેલ હોવાની હકીકતો જણાવી હતી.
ઉપરોકત હકીકતોને ધ્યાને લઈ સદરહુ કામના ફરિયાદી અશોકભાઈ ઠકકરે અદાલતમાં કિ.પ્રો.કો. કલમ - ૩૧૯ અન્વયે ચાર્જશીટના આરોપીઓ ઉપરાંત શ્યામ શાહ તથા બેડીપરા પોલીસ ચોકીમાં હાજર કાર્તીક ગડીયાને ગુનાહીત કળત્ય આચરેલ હોવા સંબંધની હકીકતો ખુલતા તેઓને પણ તહોમતદારો તરીકે જોડવા અરજી આપવામા આવી હતી. જે અરજીના અનુસંધાને કોર્ટ દ્વારા ખુલાસો કરવા માટે તમામ આરોપીઓને નોટિસ ઈસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ હતો. જે ચકચારી હત્યા કેસમાં આરોપી રાજમોતી મિલના માલિક સમીર મધુકાંત શાહ, બેડી પરા ચોકીના તત્કાલિન એએસઆઈ યોગેશ રમણીકલાલ ભટ્ટ, સમીર શાહના ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમા, રાજકોટ મિલના મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધી, કર્મચારીઓ સંદીપકુમાર કીર્તિકુમાર ગાંધી, કીર્તિકુમાર શાંતિલાલ ગાંધી, ધર્મેન્દ્ર રમણલાલ પટેલ, ત્રિથેશ કાંતિભાઈ ગુજ્જર, વિજયકુમાર દેવશી સિંધવ, કૈલાશ પુસાજી મારવાડી સામે ચાર્જશીટ દાખલ થયું હતું. ચાર્જશીટ બાદ કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને તેમજ તાજના સાક્ષી સમીર ગાંધી મળતકની પત્ની, તપાસ અધિકારી, મેડિકલ પેપર્સ સહિતના સાહેદોની જુબાનીને ધ્યાને એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માએ રાજમોતી મિલના માલિક સમીર શાહ, એએસઆઇ યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમાને તકસીરવાન ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા તેમજ રાજકોટ મિલના મેનેજર સમીર ઈશ્વરલાલ ગાંધી, કર્મચારીઓ સંદીપકુમાર કીર્તિકુમાર ગાંધી, કીર્તિકુમાર શાંતિલાલ ગાંધી, ધર્મેન્દ્ર રમણલાલ પટેલ, ત્રિથેશ કાંતિભાઈ ગુજ્જર, વિજયકુમાર દેવશી સિંધવ, કૈલાશ પુસાજી મારવાડીને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.ચાલુ કેસ દરમિયાન કિર્તિ કુમાર ગાંધી નું મોત નિપજતા તેમની સામે કેસ એબેટ કરવામાં આવ્યો હતો.આ કામમા મુળ ફરીયાદી તરફે એડવોકેટ દરજ્જે લલિતસિંહ જે. શાહી, ભવનેશ એલ. શાહી, કળણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ આર. ફળદુ, હીતેષ જી. ગોહેલ, મનીષ આર. ગુરૂંગ તથા નિશાંત એમ. જોષી તેમજ સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે અમદાવાદના ચેતનભાઈ શાહ અને હિરેન પટેલ રોકાયા છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
