તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 30th January 2025
વોશીંગ્ટનમાં હવામાં હેલીકોપ્ટર સાથે અથડાયુ પેસેન્જર વિમાન તુટી નદીમાં પડયું : ૨૦ના મોત
અમેરિકામાં વિમાન દુર્ઘટના : રાહત બચાવ ચાલુ : યાત્રી વિમાનમાં ૬૪ લોકો હતા

વોશીંગ્ટન, તા.૩૦: અમેરિકામાંથી ભયાવહ પ્લેન અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. ૬૦ યાત્રીઓને લઈ જતાં એક પ્લેનને અકસ્માત નડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વોશિંગ્ટન ડીસીની બહાર રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે નજીક પેસેન્જર પ્લેન યુએસ સૈન્ય બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પોટોમેક નદીમાંથી ૨૦ મળતદેહો મળી આવ્યા છે, અત્યારે અનેક એજન્સીઓ શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. આ આંકડા વધવાની શકયતા છે.
અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ૫૩૪૨ ૬૦ મુસાફરો અને ચાર ક્રૂ સભ્યોને લઇને જઈ રહી હતી. વિચિટા, કેન્સાસથી ઉડાન ભરીને આ ફ્લાઇટ વોશિંગ્ટન તરફ આગળ જઈ રહી હતી ત્યારે લશ્કરી હેલિકોપ્ટર સાથે તેની ટક્કર થવાને કારણે વ્હાઇટ હાઉસ પાસે પોટોમેક નદીમાં ખાબકી ગયું હતું. આ ઘટના બન્યા બાદ અત્યારે રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
કેનેડિયન એરના આ પ્લેન સાથે યુએસ આર્મીનું હેલિકોપ્ટર બ્લેકહોક (H-60) અથડાયું હતું. અત્યારે આ પ્લેન ક્રેશ થયા બાદ પોટોમેક નદીમાં પડી ગયું હોઈ ત્યાં તપાસ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થિતિની જાણકારી આપી દેવામાં આવી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને અત્યારે બચાવ કામગીરી માટેના પૂરતા પ્રયત્નો શરૂ કરી દીધા છે.
સોશિયલ મીડિયા આ ઘટના નો જે વિડીયો વાયરલ થયો છે તેમાં આ ઘટનાની ભયાવહતા જોઈ શકાય છે. રીગન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન હેલિકોપ્ટર સાથે અથડાય છે તે જોઈ શકાય છે.
વિડીયોમાં આ અકસ્માત જોઈને કંપી જવાય : આ ઘટના બાદ તમામ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે. બંને પ્લેનની ટક્કર બાદ મોટો બ્લાસ્ટ હવામાં થતો જોવા મળ્યો હતો. આગની જ્વાળા પણ જોઈ શકાતી હતી.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ ઘટનાને લઈને પોસ્ટ મૂકી હતી. તેમાં તેઓએ લખ્યું હતું કે, ‘અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, અત્યારે બધુ બરાબર હશે એવી આશા છે'.
આ સાથે જ અમેરિકન એરલાઇન્સે ફ્લાઇટ ૫૩૪૨ની અંદર મુસાફરી કરી રહેલા પેસેન્જર્સના પરિવારના સભ્યો અને પ્રિયજનો માટે હોટલાઇન જારી કરી છે. જેને રીગન નેશનલ એરપોર્ટ નજીક યુએસ આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટર દ્વારા ટક્કર મરાઈ હતી. આ મુદ્દે એરલાઇનનું પણ નિવેદન સામે આવ્યું છે. ૅજો તમને જણાય કે ફ્લાઇટ ૫૩૪૨માં તમારું પ્રિયજન છે. તો, અમેરિકન એરલાઇન્સના ટોલ-ફ્રી નંબર પર કૉલ કરો એમ એરલાઈને એક નિવેદનમાં વિનંતી પણ કરી છે.
વર્જિનિયાના ગવર્નર ગ્લેન યંગકિને જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ બચાવ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. સમગ્ર ઉત્તરીય વર્જિનિયા, ડીસી અને મેરીલેન્ડમાંથી મદદ મળી રહી છે. તેઓ જણાવે છે કે હું દરેકને મુસાફરો, ક્રૂ, તેમના પરિવારોને પ્રાર્થના કરવા અપીલ કરું છું.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
