<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વૈશ્વિક સંકેત વચ્ચે બુલિયનમાં તેજી ભભૂકી :સોનામાં રૂપિયા 500 અને ચાંદીમાં રૂપિયા 1,500 નો ઉછાળો

સોનાના ભાવ સતત બીજા સેશન દરમિયાન નવી ઊંચી સપાટીને સ્પર્શ્યા

નવી દિલ્હી : વૈશ્વિક સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ સતત બીજા સેશન દરમિયાન નવી ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. દિલ્હી ખાતે સોનું રૂપિયા 50 વધી રૂપિયા 83,800 થયા હતા.

જ્યારે દિલ્હી ખાતે સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 50 સુધી રૂપિયા 83,400ની નવી ઊંચી સપાટી નોંધાવી હતી. જ્યારે દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,150 વધી રૂપિયા 94,150 થયો છે.

દરમિયાન ફેબ્રુઆરી મહિના દરમિયાન સોનાનો વાયદો રૂપિયા 575 એટલે કે 0.72 ટકા વધી રૂપિયા 80,855 થયો છે. જ્યારે માર્ચ મહિના માટેનો ચાંદીનો વાયદો રૂપિયા 1,050 એટલે કે 1.14 ટકા વધી રૂપિયા 92,916 થયો છે.

અગાઉ બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકા ઘટાડવામાં આવી હતી, જોકે આગામી બજેટમાં સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવે તેવી શક્યતા વચ્ચે ઘરઆંગણે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 23.65 ડોલર એટલે ક 0.84 ટકા વધી અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી 2,817.15 ડોલર થયા છે. જ્યારે ચાંદી ઔંસદીઠ 2.06 ટકા વધી 32.04 ડોલર થઈ છે.

ગઈકાલે US ફેડરલ રિઝર્વ (Fed)એ તેના વ્યાજ દર 4.25-4.5 ટકા યથાવત રાખ્ય હતા અને કહ્યું હતું કે વ્યાજ દરને લઈ કોઈ જ ઉતાવળ નથી.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ચાંદી રૂપિયા 1,500 વધી રૂપિયા 92,500 જ્યારે અમદાવાદ સોનુ (99.9) રૂપિયા 500 વધી રૂપિયા 84,000, અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 83,300થી રૂપિયા 500 વધી રૂપિયા 83800 થયા હતા.

(7:58 PM IST)