<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

કુંભ મેળામાં બીજી મોટી આગ લાગી: મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ: ઘણા તંબુ ભસ્મીભૂત

ગઈકાલે બુધવારે પ્રયાગરાજ મહા કુંભ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગ હજુ શમી પણ ન હતી કે આજે ગુરુવારે મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી ગઈ.  ઝુંસી છટનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર ૨૨ પાસે આગ લાગી હતી.  આ ભીષણ આગમાં ઘણા તંબુ બળીને રાખ થઈ ગયા.  ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો.  આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

(5:42 PM IST)