<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ભારતની નવી ક્રિપ્ટોકરન્સી કે રિવોર્ડ ટોકન? : જાણો જીઓ કોઈન વિશેની તમામ માહિતી

Reliance Jio દ્વારા ઓપરેટ કરવામાં આવતા Jio Coin ને કસ્ટમર એન્ગેજમેન્ટ ટૂલ કહી શકાય

મુંબઈ :દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક  Reliance Jio દ્વારા લોન્ચ કરાયેલા Jio Coin વિશે ચારેય દિશામાં ચર્ચા થઈ રહી છે. ભારતના લોકોનો રસ Cryptocurrency તરફ ખૂબ વધતો જઈ રહ્યો છે તેના કારણે Jio Coin 'હોટ ટોપિક' બનેલો છે.    

   Jio Coin વિશે અફવાહોનો માહોલ પણ ખૂબ ગરમ છે, જેનાથી લોકોમાં આને લઈને ઉત્સુકતા વધી ગઈ છે, ઘણા લોકો વિચારી રહ્યા છે કે આ ભારતની બીજી મોટી ક્રિપ્ટો કરન્સી હશે કે માત્ર આને Reliance Jio સર્વિસમાં એક રિવૉર્ડ ટોકનના રૂપે જોડવામાં આવી છે? કોઈની પણ છેતરામણમાં ન આવીએ એટલા માટે Jio Coin વિષે જાણવું ખૂબ જરૂરી છે.

  પહેલા તો આ સમજવું જરૂરી છે કે Jio Coin શું છે? Jio Coin એક ડિજિટલ કરન્સી છે જેને Reliance Jio દ્વારા બનાવવામાં આવી છે, અત્યારે તો આને ક્રિપ્ટો કરન્સી કહેવું યોગ્ય નથી. બીટકોઈન કે એથેરિયમ જેવા બ્લોકચેન પાવર્ડ ક્રિપ્ટો કરન્સીની જગ્યાએ Jio Coin એક રિવૉર્ડ ટોકન કે ડિજિટલ લોયલ્ટી પોઈન્ટ સાથે વધારે સંકળાયેલો છે

  રિપોર્ટ્સ અનુસાર પોલિગોન બ્લોકચેન પર તૈયાર આ Jio Coin ને Reliance Jio ની સર્વિસ ઓફર કરતી એપ્સમાં આપવામાં આવ્યો છે. આ Coin ને ન્યુ એજ લોયલ્ટી પ્રોગ્રામના રૂપે જોઈ શકાય છે, જ્યાં ગ્રાહકો પ્રોડક્ટ ખરીદીને Jio Coin કમાવી શકે છે.

  Jio Coin નો અર્થ કોઇ પણ શરત વિના ફ્રી ટોકન આપવાનો નથી, પરંતુ યુઝર્સને Jio એપ્સ સાથે સક્રિય રૂપે જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.   

   તમે ઈચ્છો તો Jio Sphere ના માધ્યમે બ્રાઉઝર કરી રહ્યાં છો,  Jio Cinema પર મૂવી જોઈ રહ્યા છો કે પછી Jio Mart પર શોપિંગ કરી રહ્યા છો, આ બધી જ રોજીંદી ચીજોના માધ્યમે તમે Jio Coin કમાવી  શકો છો.

  Jio Coin સામાન્ય ક્રિપ્ટો કરન્સી નથી, આવું એટલા માટે કારણ કે બિટકોઇન કે પછી બીજો કોઈ પણ ટોકન બ્લોકચેન નેટવર્ક સાથે કામ કરે છે અને Jio Coin આનાથી ઘણો અલગ છે.

  Reliance Jio  દ્વારા ઓપરેટ કરવામાં આવતા Jio Coin ને કસ્ટમર એન્ગેજમેન્ટ ટૂલ કહી શકાય છે જેને લોકો jio એપ્સ સાથે જોડાયેલા રહે એટલા માટે આને ડિઝાઇન કરવામાં આવેલો છે. Jio Coin ચોક્કસ પણે એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે કારણ કે આ ટોકનને Jio એપ્સમાં ડિસ્કાઉન્ટના રૂપે ઉપયોગમાં લઈ શકાશે.  

(6:16 PM IST)