News of Thursday, 30th January 2025
ફાટેલી નોટો બદલાવી શકો છો: જાણો નોટોની સંખ્યા અને રકમ અંગે વિગતવાર માહિતી
જાણો બેંકો કેવા સંજોગોમાં બેંક ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે

નવી દિલ્હી : કોઈપણ દુકાનમાં જાઓ છો. અને તમે તેને ફાટેલી નોટ આપો. અથવા તમે ઓટોમાં ક્યાંક જાઓ છો. અને તેને ભાડા તરીકે ફાટેલી નોટ આપો. તો આવી સ્થિતિમાં દુકાનદાર અને ઓટો ડ્રાઈવર તમને નોટ પાછી આપે છે અને કહે છે કે આ નોટ બદલી આપો, તે નહીં ચાલે. પરંતુ તમને જણાવી દઈએ કે ફાટેલી નોટો પણ સ્વીકાર્ય છે. ભલે દુકાનદાર કે અન્ય કોઈ વ્યક્તિ તેમને ન લે પરંતુ તમે બેંકમાં જઈને ફાટેલી નોટો બદલાવી શકો છો.
આ માટેના નિયમો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. કોઈ પણ બેંકમાં જઇને ફાટેલી નોટ બદલાવી શકે છે.. પરંતુ કેટલાક સંજોગોમાં બેંક ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે છે. આવો તમને જણાવીએ કે બેંકો કેવી ફાટેલી નોટો બદલી આપતી નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા નોટો બદલવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેના આધારે નોટો બદલવામાં આવે છે. નોટોની સંખ્યા અને રકમ અંગે પણ નિયમ છે. આરબીઆઈના નિયમો અનુસાર, તમે આરબીઆઈ ઈસ્યુ ઓફિસ, તમામ સરકારી બેંકો અને ખાનગી બેંકોની ચેસ્ટ બેંકમાં જઈને નોટ બદલી શકો છો.
આરબીઆઈના નિયમો અનુસાર, તમારી નોટ ગમે તેટલી ફાટેલી હોય, તેની નંબર પેનલ બરાબર હોય તો તમે તેને બદલી શકો છો. તમે એક સમયે માત્ર 20 નોટ બદલી શકો છો. અને તેમની કુલ કિંમત રૂ. 5000 થી વધુ ન હોવી જોઈએ. જો તમે 5000 રૂપિયાથી વધુની નોટો બદલાવો છો,તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, જો તમારી પાસે એવી કોઈ નોટ હોય જે ખરાબ રીતે બળી ગઈ હોય. અથવા તે નોટના ઘણા ટુકડા થઈ ગયા હોય તો પછી બેંક નોટ બદલવાની ના પાડી શકે છે તમે આવી નોટો ફક્ત આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકો છો. પરંતુ એ વાતનું પ્રમાણીકરણ થયા પછી કે તે નોટનું સેફ્ટી સિમ્બોલ યોગ્ય છે કે નહીં.
નોટ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોય અથવા તમે તેને ટેપ અથવા ગુંદર વડે ચોંટાડી હોય આ સંજોગોમાં તેની પૂરતી ચકાસણી થાય છે. કેટલીકવાર આવી નોટોના બદલામાં તમને ઓછી રકમ આપવામાં આવી શકે છે. એટલે કે જો નોટની કિંમત 500 રૂપિયા છે તો તમને 250 અથવા 300 રૂપિયા જ આપવામાં આવશે. આ સિવાય જો તમારી નોટ પણ ખરાબ નથી. પરંતુ તેમ છતાં બેંક બદલવાનો ઇનકાર કરી રહી છે, તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
