તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 30th January 2025
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો :અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા
સુરક્ષા દળો ગાઢ જંગલો સાથે ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું :આ આતંકીઓ ખારી કરમારા વિસ્તારમાંથી ઘૂસણખોરી કરી રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પુંછમાં જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હોવાની માહિતી છે. સેનાના જવાનોએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારે સશસ્ત્ર આતંકવાદીઓના એક જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સતર્ક સૈન્યના જવાનોએ ખારી કરમારા વિસ્તારમાં નિયંત્રણ રેખા પારથી ઘૂસવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓની હિલચાલ જોઈ હતી, જેના પગલે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. તેમણે કહ્યું કે સેનાના ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ આતંકીઓ ઘાયલ થયા છે. આ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી પણ મળી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો ગાઢ જંગલોથી ઘેરાયેલા સ્થળ પર પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. તેમણે કહ્યું કે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
