News of Friday, 31st January 2025
કોમેડિયને અમિતાભ બચ્ચનની પ્રોપર્ટીમાં ભાગ માગ્યો: બિગ બી થયા આશ્ચર્યચકિત
સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર KBC 16નો પ્રોમો વીડિયો શેર કરાયો

મુંબઈ :હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. નાના પડદા પર તે ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરે છે. બિગ બી તેની 16મી સીઝનમાં પણ જોવા મળી રહ્યા છે. શોમાં ઘણીવાર કેટલાક ખાસ મહેમાનોને બોલાવવામાં આવે છે. આવનારા એપિસોડમાં લોકોને હસાવનારા કોમેડિયન હોટ સીટ પર જોવા મળશે. આવી સ્થિતિમાં તે હોસ્ટ અમિતાભ સાથે પણ મસ્તી કરશે.
સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર KBC 16નો પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં બિગ બી સાથે સમય રૈના, તન્મય ભટ્ટ, યુટ્યુબર ભુવન બામ અને કામિયા જાની જોવા મળશે. પ્રોમોમાં અમિતાભ આ તમામની વાતો પર હસતા જોવા મળે છે.
જાણીતા કોમેડિયન સમય રૈનાએ બિગ બીની એક ફિલ્મની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું, મેં તમારી પહેલી ફિલ્મ સૂર્યવંશમ જોઈ. આ પછી અમિતાભે હા પાડી. પછી સમય કહે છે કે બીજી સૂર્યવંશમ જોઈ, ત્રીજી પણ સૂર્યવંશમ જ જોઈ હતી. આ સાંભળીને દર્શકોમાં બેઠેલા ઘણા લોકો હસવા લાગ્યા. પછી તેણે ખુલાસો કર્યો કે તે સમયે તેની ફિલ્મ ટીવી પર સૌથી વધુ બતાવવામાં આવી હતી.
સામાન્ય રીતે દરેક જણ તેમની ફિલ્મોમાં બિગ બીના કેટલાક ડાયલોગ્સ સાંભળવાની રાહ જોતા હોય છે. પ્રોમોમાં એવું જોવામાં આવ્યું હતું કે સમય રૈનાએ અમિતાભ બચ્ચનને તેમની ફિલ્મ શહેનશાહનો એક લોકપ્રિય ડાયલોગ સંભળાવવાની વિનંતી કરી હતી. આ પછી અભિનેતાએ પોતાની સ્ટાઈલમાં શહેનશાહ ફિલ્મનો પોપ્યુલર ડાયલોગ બોલ્યા હતા. આ ડાયલોગ સાંભળ્યા બાદ કોમેડિયન સમય રૈનાએ મજાકમાં કહ્યું કે જો તમે દીકરો બનાવ્યો છે તો તેને પ્રોપર્ટીમાં પણ થોડો હિસ્સો આપો. આ જોક સાંભળીને બિગ બી સહિત હાજર દરેક લોકો હસવાનું રોકી શક્યા નહીં.
વીડિયોમાં સમયે એમ પણ કહ્યું કે, સર, હું માની શકતો નથી કે તમારે અમારી સાથે બેસવું પડી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સમય તેના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માટે જાણીતો છે. જેમાં તે ફિલ્મી દુનિયાના સ્ટાર્સને પણ બોલાવે છે અને સ્પર્ધકો તેમની કોમેડી ટેલેન્ટ બતાવે છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
