<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

આફ્રિકન દેશ ચાડમાંથી ફ્રાન્સના સૈનિકોની વાપસી : ફ્રેન્ચ લશ્કરી હાજરીના 125 વર્ષનો અંત આવ્યો

ચાડના રાષ્ટ્રપતિએ કહ્યું, ફ્રાન્સ સાથેના સંબંધોને ખતમ કરી રહ્યો નથી, પરંતુ લશ્કરી સહયોગ સમાપ્ત

આફ્રિકન દેશ ચાડમાંથી ફ્રાન્સના સૈનિકોની વાપસી થઈ છે. ફ્રાન્સે પોતાનું મુખ્ય લશ્કરી મથક ચાડ પ્રશાસનને સોંપ્યું. આ સાથે ચાડમાં ફ્રેન્ચ લશ્કરી હાજરીના 125 વર્ષનો અંત આવ્યો. ફ્રેન્ચ સૈનિકોની ઔપચારિક વાપસીને આવકારવા માટે એક સમારોહ યોજાયો હતો. ચાડના રાષ્ટ્રપતિએ કહ્યું, ફ્રાન્સ સાથેના સંબંધોને ખતમ કરી રહ્યો નથી, પરંતુ લશ્કરી સહયોગ સમાપ્ત કરી રહ્યો છે. ચાડ અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે વાતચીત માટે ખુલ્લું રહેશે.

(12:20 AM IST)