News of Sunday, 2nd February 2025
મહારાષ્ટ્રના નાગપુરથીમાં એક 45 વર્ષીય સાઈકોલોજિસ્ટએ 50થી વધુ વિદ્યાર્થિનીનું શોષણ કર્યાની ઘટનાએ નાગપુરમાં ખળભળાટ મચાવી દીધોઃ સાઈકોલોજિસ્ટની ધરપકડ
નાગપુરના પૂર્વ ભાગમાં એક ક્લિનિક ચલાવતો હતો. : 15 વર્ષોમાં 50 સ્ટુડન્ટ્સને હવસનો શિકાર બનાવ્યા હતા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાગપુરથી એક હચમચાવી મૂકે તેવા અહેવાલ સામે આવ્યા છે. એક 45 વર્ષીય સાઈકોલોજિસ્ટ પર 50થી વધુ વિદ્યાર્થિનીનું શોષણ કર્યાના આરોપો લાગ્યા છે. સાઈકોલોજિસ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. તે નાગપુરના પૂર્વ ભાગમાં એક ક્લિનિક ચલાવતો હતો.
માહિતી અનુસાર ડૉક્ટરે છેલ્લા 15 વર્ષોમાં 50 વિદ્યાર્થિનીઓને બ્લેકમેઇલ કરીને પોતાની હવસ સંતોષી હતી. પોલીસ અધિકારીએ આ મામલે કહ્યું કે આરોપી સામે પોક્સો અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીએ કથિતરૂપે સ્ટુડન્ટ્સ એમાય ખાસ કરીને વિદ્યાર્થિનીઓને પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટનો વાયદો કરીને જાળમાં ફસાવી અને તેમના માટે ટ્રિપ અને કેમ્પ આયોજિત કર્યા હતા. જ્યાં તે તેમનું શારીરિક શોષણ કરતો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી શારીરિક શોષણની ઘટનાને અંજામ આપતી વખતે પીડિતોની અશ્લીલ તસવીરો ખેંચી લેતો અને બાદમાં તેમને બ્લેકમેઇલ કરી પોતાના ફાયદા માટે તસવીરોનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાનો ત્યારે ખુલાસો થયો જ્યારે એક સ્ટુડન્ટે મહદ અંશે બ્લેકમેઈલ સહન કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. પીડિતોમાં અનેક વિવાહિત પણ છે એટલા માટે તે પોલીસ સામે આવીને ફરિયાદ કરવામાં ખચકાઈ રહી છે.
---
કેરળ કોર્ટ દ્વારા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને બિન જામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ કર્યો
યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે તેમાં ભ્રામક જાહેરાતો, અવગણના અને ટ્રેડમાર્ક ઉલ્લંઘન જેવા કેસોનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ કેરળની એક કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. રામદેવ ઉપરાંત પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
પલક્કડ જિલ્લા કોર્ટે બંનેની ગેરહાજરીને કારણે આ વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે કેરળના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા દિવ્યા ફાર્મસી વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી કેસમાં તે હાજર થયા ન હતા.
કોર્ટે બંને સામે 15 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. અગાઉ, 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટે બંને આરોપીઓ સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું જેથી તેઓ કોર્ટમાં હાજર થઈ શકે. આ કેસ દિવ્ય ફાર્મસી દ્વારા પ્રકાશિત કથિત ભ્રામક મેડિકલ જાહેરાતો સાથે સંબંધિત છે, જેના પગલે કેરળ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તેમાં ભ્રામક જાહેરાતો, અવગણના અને ટ્રેડમાર્ક ઉલ્લંઘન જેવા કેસોનો સમાવેશ થાય છે. આ કેસોમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિને રાહત આપી છે. જોકે, કોર્ટે તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ ફરીથી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેમને સજાનો સામનો કરવો પડી શકે છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
