તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
દિલ્હીના રીઠાલા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર મહેન્દ્ર ગોયલ પર કથિત હુમલાનો મામલો ખોટો નીકળ્યો!
ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર હુમલો થયો હોવાનો દાવો કરનાર AAP ધારાસભ્યનો પોલીસે પર્દાફાશ કર્યો

નવી દિલ્હી: દિલ્હીના રીઠાલા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર મહેન્દ્ર ગોયલ પર કથિત હુમલાનો મામલો ખોટો નીકળ્યો! ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર હુમલો થયો હોવાનો દાવો કરનાર AAP ધારાસભ્યનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
મહેન્દ્ર ગોયલે ભાજપના સમર્થકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં આ વાતને નકારી કાઢવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મેડિકલ રિપોર્ટ (M.L.C)માં કોઈ ઈજાઓ મળી નથી, પોલીસે કહ્યું- "ધારાસભ્ય સંપૂર્ણપણે સુરક્ષિત છે!" સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મહેન્દ્ર ગોયલના સમર્થકો વાતાવરણ બગાડતા જોવા મળ્યા હતા.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
