News of Sunday, 2nd February 2025
આખા દેશમાં જીબીએસ બિમારનો રાફડો ફાળ્યોઃ ૧૦ લોકોએ ભોગ બન્યાઃ એક ઈન્જેક્શનની કિંમત 20 હજાર રૂપિયાનો અંદાજ
મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ લોકો ભોગ બન્યા જયારે પશ્ચિમ બંગાળમાં ૩, આસામ અને રાજસ્થાનમાં એકએક વ્યકિતએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હીઃ આખા દેશમાં જીબીએસ બિમારીના કેસ વધી રહ્યા છે. જીબીએસથી પીડિત દર્દીઓ અને તેનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે. દેશના 4 રાજ્યોમાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેની સારવાર ઘણી મોંઘી છે.
અત્યાર સુધીમાં 4 રાજ્યોમાં જીબીએસ બીમારીના કારણે 10 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં 3, આસામ અને રાજસ્થાનમાં એક-એકના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આ સિન્ડ્રોમને કારણે સૌથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકલા પુણેની સસૂન હોસ્પિટલમાં 150 લોકો દાખલ છે.
ખર્ચાળ છે જીબીએસ બિમારીની સારવાર
જીબીએસ સિન્ડ્રોમ ફેલાવવાનું કારણ પ્રદૂષિત પાણી હોવાનું માનવામાં આવે છે. જો કે તેની સારવાર શક્ય છે, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે. તેનાથી પીડિત દર્દીને ઇમ્યુનોગ્લોબ્યુલિન (IVIG) ઈન્જેક્શન આપવામાં આવે છે. તેના એક ઈન્જેક્શનની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે. દર્દીને ઇલાજ કરવા માટે કેટલા ઇન્જેક્શનની જરૂર પડશે તે રિકવરી પર આધારિત છે. સિન્ડ્રોમથી પીડિત 80 ટકા દર્દીઓ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી 6 મહિના સુધી કોઈ પણ ટેકા વિના ચાલી શકતા નથી તો ઘણા કિસ્સાઓમાં દર્દીને સાજા થવા માટે એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે.
જીબીએસ બિમારીના લક્ષણો
શરીરને થાક લાગવો
હાથ-પગમાં કળતર થવી
શ્વાસ લેવામાં તકલીફ થવી
રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો
મગજની કામગીરીને ગંભીર અસર થવી
નર્વસ સિસ્ટમને અસર થવી
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
