News of Sunday, 2nd February 2025
મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા નેપાળના 5 યાત્રાળુઓના કાર અકસ્માતમાં મોત :4 ગંભીર
મુઝફ્ફરપુર જિલ્લામાં મધુબની ફોર-લેન બાયપાસ પર બાઈક સવારને બચાવવા જતાં ૯ મુસાફરો સાથેની એસયુવી ડિવાઈડર સાથે ભટકાયા બાદ હવામાં ફંગોળાઈ .

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા નેપાળના ૫ યાત્રાળુઓના કાર અકસ્માતમાં મોત નીપજ્યા હતા. ૪ ગંભીર છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મધુબની ફોર-લેન બાયપાસ પર સ્ટંટ કરી રહેલા બાઈક સવારને બચાવવા જતાં ૯ મુસાફરો સાથેની એસયુવી ડિવાઈડર સાથે અથડાઈ હતી.
એસયુવી પણ સ્પીડમાં હોવાથી તે ડિવાઈડર સાથે ભટકાયા બાદ હવામાં ફંગોળાઈ હતી. કારનું એક ટાયર ફાટ્યું અને છૂટ્ટુ પડી કારની અંદર જતુ રહ્યું હતું. મૃતકમાં અર્ચના ઠાકુર, ઈન્દુ દેવી, મંતરાની દેવી, બાલ ક્રિષ્ના જ્હાં અને ડ્રાઈવર હતાં.જ્યારે મનોહર ઠાકુર, સૃષ્ટી ઠાકુર, કામિની જ્હાં, અને દેવતરણ દેવીને ગંભીર ઈજાઓ થઈ હતી.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
