News of Sunday, 2nd February 2025
ચારધામ યાત્રા ક્યારે શરૂ થશે : 4 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે: 22 એપ્રિલે રાજદરબારમાં તલનું તેલ નિકાળશે
રાજવી પુજારી આચાર્ય કૃષ્ણ પ્રસાદ ઉનિયાલે, મહારાજા મનુજ્યેન્દ્ર શાહની જન્મ કુંડળીનો અભ્યાસ કરી ગ્રહોની સ્થિતિ જોઈ બાદ નક્ષત્રોની દિશા જોઈને ભગવાન શ્રી બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ જાહેર કરી

નવી દિલ્હી ;વસંત પંચમીના રોજ ટિહરી રાજ દરબાર નરેન્દ્રનગર ખાતે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. કપાટ ખુલશે એ પણ ગણેશ પૂજા સાથે અને ભક્તો રંગાશે રંગમાં. શુભ સમય મુજબ, મંદિરના કપાટ 4 મેના રોજ સવારે 6 વાગ્યે પૂજા સાથે ખોલવામાં આવશે.
22 એપ્રિલે ભગવાન બદ્રી વિશાલના મહાભિષેક માટે તલનું તેલ રેડવામાં આવશે. તે જ દિવસે, ગડુ ઘડા તેલ કળશ યાત્રા રાજ દરબારથી શરૂ થશે અને ચાર ધામ યાત્રા પણ ઔપચારિક રીતે શરૂ થશે
રવિવારે, નરેન્દ્ર નગરના રાજદરબારમાં વસંત પંચમીના અવસરે, ગણેશ, પંચાંગ અને ચોકીની પૂજા કર્યા પછી, રાજવી પુજારી આચાર્ય કૃષ્ણ પ્રસાદ ઉનિયાલે, મહારાજા મનુજ્યેન્દ્ર શાહની જન્મ કુંડળીનો અભ્યાસ કર્યા પછી અને ગ્રહોની સ્થિતિ જોઈ. ત્યાર બાદ નક્ષત્રોની દિશા જોઈને ભગવાન શ્રી બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ જાહેર કરી હતી
ભગવાન બદ્રી વિશાલના મહાભિષેક માટે, સ્થાનિક પરિણીત મહિલાઓ 22 એપ્રિલે મહારાણી માલા રાજ્ય લક્ષ્મી શાહના નેતૃત્વમાં રાજદરબારમાં તલનું તેલ નિકાળશે. ત્યારબાદ, ડિમ્મર પંચાયતના લોકો ગડુ ઘડા યાત્રા માટે તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના થશે.
આ દરમિયાન યાત્રા ઋષિકેશ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, ડિમ્મર ગામ અને પાંડુકેશ્વર જેવા સ્થળોએ રોકાશે અને પછી 3 મેના રોજ બદ્રીનાથ ધામ પહોંચશે. 4 મેના રોજ, ભગવાન બદ્રી વિશાલના તલના તેલથી મહાભિષેક કરશે અને પછી જ, મંદિરના કપાટ ભક્તો માટે ખોલશે. જણાવી દઈએ કે, આ તિથિની આસપાસ જ બાબા કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ પણ ખોલવામાં આવે છે. આ વખતે ચારધામ યાત્રા 1 મેથી ઋષિકેશથી શરૂ થવાની શક્યતા છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
