<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

બલૂચિસ્તાનમાં સૈનિકો અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે અથડામણ : એન્કાઉન્ટરમાં 23 આતંકવાદીઓને ઠાર:18 જવાનો પણ શહીદ

પાકિસ્તાનમાં ફરી સેનાના જવાનો અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે અથડામણ થઈ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્વતંત્ર રાજ્યની માંગ કરી રહેલા બલૂચ બળવાખોરો સાથેની અથડામણમાં 18 સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સેના બલૂચિસ્તાનમાં બલોચ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, જે દરમિયાન કલાત જિલ્લાના માંગોચરમાં આ અથડામણમાં 23 બળવાખોરો પણ માર્યા ગયા હતા. શુક્રવાર-શનિવારની રાત્રે આ એન્કાઉન્ટર થયું હતું.

 

સૈન્યની ટુકડી બલૂચો દ્વારા તેમની માંગણીઓને લઈને અવરોધિત રસ્તાને ખોલવા માટે માંગોચર ગઈ હતી. આ દરમિયાન સેના દ્વારા બળપ્રયોગને કારણે સ્થિતિ વણસી ગઈ અને બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે મોટી સંખ્યામાં સશસ્ત્ર લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને સેના અને અન્ય એજન્સીઓની વધારાની ટુકડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમની સંયુક્ત કાર્યવાહીના કારણે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે, અને માર્ગ પર ટ્રાફિક શરૂ થઈ ગયો છે.

 

મોટી સંખ્યામાં સુરક્ષા દળો વિસ્તારમાં તૈનાત છે, અને અશાંતિ ફેલાવનારાઓને પકડવામાં આવી રહ્યા છે. અલગ-અલગ સ્થળોએ સુરક્ષા દળો દ્વારા 10 વિદ્રોહીઓને માર્યા ગયાના 24 કલાકથી ઓછા સમયમાં આ એન્કાઉન્ટર થયું હતું.

 

આ દિવસોમાં પાકિસ્તાની સેના તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, બલૂચ લિબરેશન આર્મી અને કેટલાક અન્ય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ સમગ્ર દેશમાં ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન મેંગોચરમાં એન્કાઉન્ટર થયું હતું. નોંધનીય છે કે 2024માં પાકિસ્તાનમાં કુલ 685 સુરક્ષા દળોના જવાનો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા છે.

(7:42 PM IST)