News of Sunday, 2nd February 2025
સરકાર રાજ્યો સાથે મળીને ૫૦ પર્યટન સ્થળોનો વિકાસ કરશે
હોટલો અને હોમ-સ્ટે સર્વિસ પૂરી પાડનારા લોકોને મુદ્રા લોન પણ ઉપલબ્ધ

નવીદિલ્હી: દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને ટોચના ૫૦ પર્યટન સ્થળોનો વિકાસ કરશે અને હોટલો અને હોમ-સ્ટે સર્વિસ પૂરી પાડનારા લોકોને મુદ્રા લોન પણ ઉપલબ્ધ કરાવશે જેથી લૉજીંગની સુવિધા પૂરી પાડનાર લોકોને ઘરેલુ અને વિદેશી સહેલાણીઓને સર્વિસ આપવામાં સુવિધા રહેશે.
સરકારે ભગવાન બુદ્ધના જીવન અને સમયકાળ સંબંધીત સ્થળો પર વિશેષ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. એ અંતર્ગત એવા ઐતિહાસિક અને અધ્યાત્મિક મહત્વ ધરાવતા સ્થળો ખાતે માળખાગત સવલતોમાં સુધારો કરાશે. જેથી દેશના તેમજ આંતરરાષ્ટ્રીય પર્યટકો વધુ સંખ્યામાં આવે અને એ સાથે જ વૈશ્વિક પર્યટન કેન્દ્રના રૂપમાં ભારતનું સ્થાન વધારે મજબૂત બની શકે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
