<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૩૭

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધીઃ- ૩૭ : ‘‘ હે દેવી, બોધના મધુ-ભર્યા માર્ગમાં સંસ્‍કૃત વર્ણમાળાના અક્ષરોની કલ્‍પના કરો પહેલા અક્ષરોની જેમ, પછી સુક્ષ્મતર ધ્‍વનિની જેમ અને પછી સુક્ષ્મત્તમ ભાવની જેમ અને ત્‍યારે એને છોડી દઇને મુકત બનો ''

પહેલા પોતાના ભીતર, પોતાની ચેતનામાં બોધના મધુ-ભર્યા દૃષ્‍ટિપથમાં અ,બ,ક, વગેરે અક્ષરનો અનુભવ કરો. ગમે તે ભાષાના અક્ષરોથી પણ ચાલશે અને તે કરી શકાશે. આ બહુ સુંદર પ્રયોગ છે. તમે એને કરવા માગતા હોવ તો પહેલા આંખો બંધ કરો અને ભીતર પોતાની ચેતનાને એ અક્ષરોથી ભરાઇ જવા દો, ચેતનાને કાળી પટ્ટી સમજો અને ત્‍યારે અ,બ,ક, અક્ષરોની કલ્‍પના કરો કલ્‍પનામાં એ સાવચેત બનીને ચોખ્‍ખા ચોખ્‍ખા લખો અને એમને જુઓ. પછી ધીમે ધીમે અક્ષર ‘‘ અ'' ને ભૂલી જાવ અને તેના  ધ્‍વનિને યાદ રાખો, ફકત ધ્‍વનિને શિવ કહે છે કે અક્ષરો તરફથી ચાલો, એ અક્ષરો દ્વારા ધ્‍વનિને ઉધાડો, પહેલા ધ્‍વનિને ઉધાડો પછી ધ્‍વનિ દ્વારા ભાવને ઉધાડો. તમને કેવા ભાવ થાય છે એના પ્રત્‍યે સજાગ થાવ.

જયારે તમે ધ્‍વનિથી ભાવ ઉપર જાઓ છો તો તમે ઘણા જ આનંદપૂર્ણ સંસારમાં ગતિ કરો છો. એક અસ્‍તિત્‍વગત  સંસારમાં તમે મન થી દુર હટી જાવ છો. ભાવ અસ્‍તિત્‍વગત છે, ભાવ શબ્‍દનો અર્થ જ એ છે. તમે ભાવોને અનુભવો છો, તમે એમને જોઇ શકતા નથ, સાંભળી શકતા નથી. ફકત અનુભવ કરી શકો છો અને જયારે એ બિન્‍દુ ઉપર પહોંચો છો તો છલાંગ લગાવી શકો છો. એ આખરી કદમ છે. હવે તમે અનંત ખાઇ પાસે ઉભા છોે. હવે કુદી શકો છો. જો તમે ભાવથી છલાંગ લગાવો છો તો મે પોતાનામાં છલાંગ લગાવો છો. તે અનંત અતલ તમે છો. મનની જેમ નહી, અસ્‍તિત્‍વની જેમ, સંચિત ભવિષ્‍યની જેમ નહી પરંતુ વર્તમાનની જેમ, અહીં અને અત્‍યારની જેમ. તમે મનથી અસ્‍તિત્‍વ ઉપર ગતિ કરી જાવ છો અને ભાવ એની વચ્‍ચે પુલ જેવું કામ કરે છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:10 AM IST)