News of Monday, 3rd February 2025
મમતા કુલકર્ણીએ કર્યો ભસ્મથી શ્રળંગાર, કહયું - ‘‘હું જ મહાકાળી છું...''
શું મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની પદવી પરત મળી ગઈ છે? મહાકુંભથી સામે આવેલી મમતા કુલકર્ણીની લેટેસ્ટ તસવીરોથી આ સંકેત મળી રહયા છે મહામંડલેશ્વર બન્યા પછી ભૂતપૂર્વ એક્ટ્રેસે પહેલીવાર ભસ્મ શૃંગાર કર્યો

નવી દિલ્હી, તા.૩ : મમતા કુલકર્ણી પર વિવાદ વચ્ચે એક નવી તસવીર કુંભથી સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, તેને મહામંડલેશ્વર પદ પાછું મળી ગયું છે. તે તસવીરમાં ભસ્મથી શ્રળંગાર કરતી જોવા મળી. તેની સાથે તેની ગુરુ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી તેનું એલાન થયું નથી. પરંતુ તસવીરોથી ઘણું સ્પષ્ટ થઈ જાય છે.
મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ પહેલીવાર ભસ્મથી શ્રળંગાર કર્યો. આમ, ભૂતપૂર્વ એક્ટ્રેસે ૨૩ વર્ષ જૂના શપથ તોડયા છે. જે તેણે સંન્યાસી જીવન અપનાવ્યા પછી લીધા હતા.
મમતા કુલકર્ણીએ પોતાના ચહેરા પર ભસ્મ લગાવીને શ્રળંગાર કર્યો, જેમાં તેનો ચહેરો સફેદ દેખાઈ રહ્યો છે. કિન્નર અખાડાની આચાર્ય મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેને આશીર્વાદ આપ્યા જે તેની આધ્યાત્મિક ગુરુ પણ છે.
મમતા કુલકર્ણીએ ‘આપ કી અદાલત'માં જણાવ્યું કે, તે ૨૩ વર્ષ પછી ભારત માત્ર મહાકુંભમાં અમૃત સ્નાન માટે આવી હતી. તે પોતાની ઇચ્છાથી મહામંડલેશ્વર નથી બની, આ બધું ભગવાનની મરજીથી થયું છે
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
