News of Monday, 3rd February 2025
કોંગ્રેસ નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ કર્યો આપઘાત : પોલીસે તપાસ શરૂ કરી
બિહાર પ્રદેશ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ આત્મહત્યા કરી લીધી

કોંગ્રેસના દિગ્ગજ નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ રાજધાની પટનામાં આત્મહત્યા કરી લીધી છે. કોંગ્રેસ નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ આત્મહત્યા કરી હોવાના સમાચાર સાંભળીને દરેક સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટના સચિવાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે લાશનો કબજો લીધો છે.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રનો મૃતદેહ તેના પિતાના સત્તાવાર નિવાસસ્થાનેથી મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમનો મૃતદેહ નિવાસના એક રૂમમાં લટકતો મળી આવ્યો હતો. કોંગ્રેસના મોટા નેતાના પુત્રએ આવું કેમ કર્યું? આ અંગેની વિસ્તૃત માહિતી હજુ સામે આવી નથી. આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
મૂળ બિહારના કટિહાર જિલ્લાના શકીલ અહેમદ ખાન સ્વચ્છ નેતાની છબી ધરાવે છે. તેમના પુત્રએ અચાનક આત્મહત્યા કરી લીધા બાદ હવે પોલીસ તેની તપાસમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ માહિતી સામે આવ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફોરેન્સિક વિભાગની ટીમે પણ ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
