News of Monday, 3rd February 2025
રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ મહિલા, ચેક પર એવી વાત લખી કે કેશિયર પણ બેભાન થઈ ગયો !
નામની જગ્યાએ સંગીતા લખ્યું છે : જ્યારે જ્યાં રૂપિયાનું વિવરણ શબ્દોમાં કરવાનું હતું, ત્યાં લખ્યું છે, ‘‘જેટલા રૂપિયા બેંકમાં હોય એટલા''

નવી દિલ્હી, તા.૩: ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ @smartprem19 પર હાલમાં એક IDBI બેંકનો ચેકનો ફોટો વીડિયો તરીકે પોસ્ટ કર્યો છે. આ ચેકને ભરનારી મહિલાનું નામ સંગીતા છે. મહિલાએ ચેકને એટલો ખોટી રીતે ભર્યો છે કે તમે વિચારી પણ ન શકો. તે એટલા માટે કેમ કે તેણે જ્યાં રૂપિયાને શબ્દોમાં લખવાના હતા, ત્યાં કંઈક અજીબ જ વાત લખી નાખી છે. ચેક પર તારીખ ડિસેમ્બર ૨૦૨૪ લખેલી છે.
નાણામંત્રીએ દેશનું બજેટ રજૂ કર્યું છે, જેનાથી લોકો ખુશ છે. પણ ઘણા લોકોને આ બજેટની વાતો સમજમાં આવી નથી. જ્યાં રૂપિયા પૈસાની વાત આવે છે, તેને સમજવાનું ભલભલા ગોથે ચડી જતા હોય છે. કારણ કે તેમાં ટેક્નિકલ વસ્તુઓ પણ સામેલ છે. બેક્રનું કામ આ જ રીતે થાય છે. ચેક ભરવાના હોય છે કે પછી જમા રસીદ ભરવાની હોય, લોકો હંમેશા બીજાની મદદ લેતા હોય છે. ઘણી વાર લોકો ઉલટા સીધું ભરી દેતા હોય છે જે બાદ હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટતી હોય છે. હાલમાં જ એક ચેકનો ફોટો વાયરલ થઈ રહયો છે. જેમાં એક મહિલાએ કંઈક એવું લખ્યું છે, જેને વાંચીને ચોક્કસપણે કેશિયર પણ બેભાન થઈ ગયો હશે. આ એક વાયરલ પોસ્ટ છે, બની શકે છે કે ફેક હશે,
ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ @smartprem19 પર હાલમાં એક IDBI બેંકનો ચેકનો ફોટો વીડિયો તરીકે પોસ્ટ કર્યો છે. આ ચેકને ભરનારી મહિલાનું નામ સંગીતા છે. મહિલાએ ચેકને એટલો ખોટી રીતે ભર્યો છે કે તમે વિચારી પણ ન શકો. તે એટલા માટે કેમ કે તેણે જ્યાં રૂપિયાને શબ્દોમાં લખવાના હતા, ત્યાં કંઈક અજીબ જ વાત લખી નાખી છે. ચેક પર તારીખ ડિસેમ્બર ૨૦૨૪ લખેલી છે.
ફોટોમાં આપ જોઈ શકો છો કે નામની જગ્યાએ સંગીતા લખ્યું છે. જ્યારે જ્યાં રૂપિયાનું વિવરણ શબ્દોમાં કરવાનું હતું, ત્યાં લખ્યું છે, ‘‘જેટલા રૂપિયા બેંકમાં હોય એટલા.'' જ્યાં સંખ્યામાં રૂપિયા લખવાના છે, ત્યાં પણ શબ્દોમાં લખ્યું છે, ‘‘બેંકના બધા રૂપિયા.'' ચેક તો અસલી લાગી રહયો છે, કેમ કે ખાતા નંબર પણ લખેલો દેખાઈ રહયો છે. આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, ‘‘આ સંગીતાએ શું કર્યું, આખી બેંક ખાલી કરી નાખી.''
આ વીડિયોને ૧૩ હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર હંમેશા આવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. જેમાં ચેક અથવા જમા રસીદ પર લોકો વિચિત્ર વાતો કરતા હોય છે. થોડા દિવસ પહેલા આવો જ એક ચેકનો ફોટો વાયરલ થયો હતો.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
