<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

નવી દિલ્‍હીથી કટરા જતી વંદે ભારત એક્‍સપ્રેસમાં સો ટકા શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવાનો નિર્ણય

આ છે ભારતની પહેલી વેજિટેરિયન ટ્રેન, નોન વેજ લઇ જવા પર પણ પ્રતિબંધ

નવી દિલ્‍હીઃ રેલવે મુસાફરો માટે એક મહત્‍વના સમાચાર છે. જો તમે શાકાહારી છો તો હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રેલવેએ તમારા માટે એક નવો પ્‍લાન તૈયાર કર્યો છે. આપણે આ વિશે જાણીએ નવી દિલ્‍હીથી કટરામાં માતા વૈષ્‍ણોદેવી જતી વંદે ભારત ટ્રેનને લઈને એક મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ ટ્રેનમાં હવે મુસાફરોને માત્ર સાત્‍વિક અને શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. ઘણા લોકોને એ વાતને લઈને ચિંતા થતી હતી કે રેલવેમાં વેજ અને નોનવેજ બંને ફૂડ તૈયાર કરવામાં આવે છે. તો આવી સ્‍થિતિમાં તેમને પ્રવાસ સમયે શુદ્ધ શાકાહારી ભોજન નહીં મળે, પરંતુ તેમની ચિંતાનો નિવેડો આવી ગયો છે. નવી દિલ્‍હીથી કટરા જતી વંદે ભારત એક્‍સપ્રેસમાં સો ટકા શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે તેવા સમયે આ સમાચાર આવ્‍યા છે.

જમ્‍મુ કાશ્‍મીરના કટરા ખાતે માતા વૈષ્‍ણોદેવીની યાત્રાને ઘણું પવિત્ર સ્‍થાન માનવામાં આવે છે, તેથી નવી દિલ્‍હીથી કટરા જતી વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને પણ શાકાહારી ભોજન પીરસવાનું જ નક્કી કરવામાં આવ્‍યું છે. મુસાફરોને ટ્રેનમાં માંસાહારી ખોરાક કે નાસ્‍તો લાવવાની મંજૂરી પણ નથી આપવામાં આવી. તેથી જે લોકો માંસાહારી ખોરાક ખાવાનું પસંદ કરે છે, તેઓએ અગાઉથી સાવધાન થઇ જવાની જરૂર છે, નહીં તો તેમને સમસ્‍યા થઈ શકે છે.

(3:25 PM IST)