News of Monday, 3rd February 2025
પુત્રો પથરા પાકયા! પિતાના અંતિમ સંસ્કાર માટે બે ભાઈ બાખડ્યા, લાશના બે ટુકડા કરવાની આવી નોબત
મધ્ય-દેશના ટીકમગઢમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો

ભોપાલ, તા.૩: મધ્ય-દેશમાં પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે બે દીકરા ઝઘડી પડ્યા. બંને દિકરાઓ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા ઇચ્છતા હતા. બંનેના પોતાના-પોતાના દાવા હતા. આ દરમિયાન પિતાની લાશ પડી રહી અને અર્થી તૈયાર હતી.
મધ્ય-દેશના ટીકમગઢમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો. બે દીકરાઓ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કોણ કરશે તેને લઈને ઝઘડી પડ્યા. નાનો દીકરો પિતાની સેવા કરવાના બદલે તેમના અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતો હતો. ત્યારે મોટો દીકરાને પોતાના દાવા હતા. ગ્રામીણોને આ વાતની જાણ થતાં બધા જ સ્તબ્ધ થઈ ગયા.
માહિતી અનુસાર, ટીકમગઢ જિલ્લાના જાતારા સ્ટેશન વિસ્તારની ગ્રામ પંચાયત તાલ લીધૌરામાં ૮૫ વર્ષના ધ્યાની સિંહ ઘોષનું મળત્યુ થયું હતું. ધ્યાની સિંહના નાના પુત્ર દામોદર સિંહે તેમના પિતાની સંભાળ લીધી હોવાથી, પિતાનું દેહાંત પણ નાના દીકરાના ઘરે જ થયું હતું. એટલા માટે તે પિતાના અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતો હતો. તેને અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી લીધી હતી.
આ દરમિયાન ધ્યાની સિંહનો મોટો દીકરો પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચી ગયો. તને કહ્યું કે મોટો દીકરો હોવાથી અંતિમ સંસ્કાર તે કરશે.
આના પર નાના દીકરાએ કહ્યું તેને પિતાની સેવા કરી છે, એટલા માટે અંતિમ સંસ્કાર તે કરશે. આના પર મોટો દીકરો વળગી રહ્યો.
એટલું જ નહિ મોટા દીકરાએ તો લાશને બે કટકામાં વહેંચવાની પણ વાત કરી. તેને નાના ભાઈને કહ્યું કે લાશને બે ભાગમાં વહેંચી લઈએ અને બંને એક-એક ભાગનું અંતિમ સંસ્કાર કરીએ. આ વિવાદ દરમિયાન લગભગ ૫ કલાક સુધી પિતાનો મળતદેહ પડ્યો રહ્યો.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
