<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

૧ કલાક ૫૧ મિનિટમાં ૧૦૦૮ ડૂબકી લગાવી યોગગુરુએ

પ્રયાગરાજ, તા.૩: વિશ્વ-સિદ્ધ યોગાચાર્ય રવિ વ્‍યોમ શંકર ઝાએ મૌની અમાવસ્‍યાના દિવસે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક અનોખો રેકૉર્ડ બનાવીને તેમની અદ્વિતીય સાધના અને આસ્‍થાનો પરિચય કરાવ્‍યો હતો. યોગગુરુ રવિએ ૧ કલાક ૫૧ મિનિટમાં લગાતાર ૧૦૦૮ ડૂબકી લગાવીને વર્લ્‍ડ-રેકૉર્ડ બનાવ્‍યો હતો. યોગગુરુ રવિ ઝાએ આ પહેલાં અનેક વિશ્વવિક્રમો બનાવ્‍યા છે. તેઓ દુબઈની ઇન્‍ડિયા ક્‍લબમાં ૨૪ કલાક પાણીમાં રહ્યા હતા જે ઉપલબ્‍ધિ ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડમાં પણ સ્‍થાન પામી હતી.

(3:49 PM IST)