News of Monday, 3rd February 2025
બજેટમાં સ્પોર્ટસ બજેટમાં રૂ. ૩૫૦ કરોડનો વધારો
યુવા મામલા અને સ્પોર્ટ્સ મંત્રાલયે કુલ મળીને રૂ. ૩૭૯૪.૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેલો ઇન્ડિયા માટે રૂ. ૩૫૧.૯૮ કરોડનો નોંધપાત્ર વધારાની ફાળવણી કરવામાં આવી છે, જેનો સૌથી મોટો હિસ્સો ખેલો ઇન્ડિયા કાર્યક્રમને મળશે. યુવા મામલા અને સ્પોર્ટ્સ મંત્રાલયે કુલ મળીને રૂ. ૩૭૯૪.૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એ રકમ ગયા વર્ષની તુલનામાં રૂ. ૩૫૧.૯૮ કરોડથી વધુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ખેલો ઈન્ડિયા યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત પાયાના સ્તરે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, રમતગમતમાં યુવાનોની રુચિ વધારવા અને દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર બનાવવાનું કામ કરવામાં આવે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું, જેમાં નાણાપ્રધાને આ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડ ફાળવ્યા છે, જેમાં ગત વખતની સરખામણીએ રૂ. ૧૦૦ કરોડનો વધારો થયો છે. ગયા વખતે આ યોજના માટે ૯૦૦ કરો.
ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક્સ યોજવામાં આવી હતી. ત્યારે ભારત સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રમત મંત્રાલયના બજેટમાં ૪૫.૩૬ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને કુલ ૩૪૪૨.૩૨ કરોડ રૂપિયા સ્પોર્ટ્સ માટે ફાળવવામાં આવ્યા હતા, જ્યારે તે પહેલાં સ્પોર્ટ્સ બજેટ માટે ૩૩૯૬.૯૬ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ વખતે બજેટની જાહેરાત માત્ર ખેલો ઈન્ડિયા માટે કરવામાં આવી છે. અત્યાર સુધી, નેશનલ સ્પોર્ટ્સ ફંડ અને SAI માટે અલગથી કોઈ ફાળવણી જાહેર કરવામાં આવી નથી.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
