News of Monday, 3rd February 2025
મહારાષ્ટ્રમાં બનશે દેશની સૌપ્રથમ AI યુનિવર્સિટી

મુંબઇ, તા.૩: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની દેશની સૌથી પહેલી યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવશે એવી જાહેરાત મહારાષ્ટ્રના ઇન્ફર્મેશન ટેક્રૉલૉજી મિનિસ્ટર આશિષ શેલારે કરી છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આ યુનિવર્સિટી AI અને એને સંલગ્ન એવા ફીલ્ડમાં રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ કરશે. એ સિવાય એ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન ફીલ્ડ અને સરકાર વચ્ચે કોલૅબરેશન વધારવાનું કામ કરશે. ટાસ્ક ફોર્સમાં AIના એક્સપર્ટ્સ, એજ્યુકેશન ફીલ્ડના એક્સપર્ટ્સ, ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ અને સરકારી અધિકારીઓને સમાવવામાં આવશે. તેઓ એજ્યુકેશન રિસર્ચ અને ઇનોવેશનને કઈ રીતે -ોત્સાહન આપી શકાય એના પર ફોકસ કરશે. આગળ જતાં મહારાષ્ટ્રને AI એજ્યુકેશનનું સેન્ટર બનાવવાનો સરકારનો પ્લાન છે એમ આશિષ શેલારે વધુમાં કહ્યું હતું.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
