<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સિનિયર સિટીઝનને FDના વ્‍યાજની ૧ લાખ સુધીની આવક TDSમાં મુક્‍ત

કેન્‍દ્રના નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં સિનિયર સિટીઝન અને મહિલાઓને પ્રાધાન્‍ય અપાયું

નવી દિલ્‍હી, તા.૩: કેન્‍દ્રીય બજેટમાં લગભગ તમામ બાબતોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. બજેટ પહેલાં દેશભરમાંથી વ્‍યક્‍તિગત કરનું માળખું લોકાભિમુખ રહે તેવી રજૂઆત થઈ હતી તેને પગલે ૧૨ લાખ સુધીની આવકને કરમુક્‍ત જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન અને મહિલાઓને પણ બજેટમાં પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે.

બજેટ પહેલા દેશભરના વેપારી સંગઠનો અને જાણકાર લોકો દ્વારા કર માળખું સરળ બનાવવું અને દસ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્‍ત રાખવી તેવી વ્‍યાપક રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો ને પગલે બજેટમાં ૧૨ લાખ સુધીની આવક કરમુક્‍ત જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઇન્‍કમટેક્‍સ અને કરમાળખાને વધુમાં વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે જેને કારણે કોઈ સમસ્‍યા રહે નહીં. બજેટમાં જે સ્‍લેબ જાહેર કરવામાં આવ્‍યા છે તે લોકો સરળતાથી સમજી શકે એ રીતે રજૂ કરવામાં આવશે. ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્‍ત જાહેર કરાતા લોકોને રાહત થઈ ગઈ છે. બજારમાં વધુ રૂપિયો ફરતો થાય તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સિનિયર સિટીઝનની બેંકમાં જે FD કરવામાં આવી હોય તેના વ્‍યાજની આવક ૫૦૦૦૦ રૂપિયા ઉપર થાય તો TDS કાપવામાં આવતો હતો. આ બાબતની રજૂઆતોને લઈને બજેટમાં FDની કરમુક્‍ત આવક ૫૦૦૦૦થી વધારીને ૧ લાખ કરવામાં આવી છે. તેને પગલે હવે વડીલોને FDના એક લાખ રૂપિયા સુધીના વ્‍યાજ પર TDS ચૂકવવું પડશે નહીં. દેશભરના વડીલોએ નેશનલ સેવિંગ સ્‍કીમમાં રોકાણ કર્યા હતા, જે રોકાણ ઉપાડી લેવા ઉપર ચોક્કસ ટેક્‍સ લેવામાં આવતો હતો તે પણ બજેટમાં રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

બજેટમાં સિનિયર સિટીઝનની સુખાકારીને પણ ધ્‍યાને લેવામાં આવી છે. મહિલાઓની આરોગ્‍ય અને વિકાસની બાબતોને પણ ધ્‍યાને લેવામાં આવી છે ખાસ કરીને ગ્રામીણ વિસ્‍તારની લ્‍વ્‍ અને લ્‍ઘ્‍ મહિલા ઉદ્યોગકારો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને ગ્રામીણ બેંકો દ્વારા સરળતાથી અને સસ્‍તી લોન મળી રહે તેવી જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જેને કારણે શહેરી વિસ્‍તારની મહિલાઓની માફક ગ્રામીણ વિસ્‍તારની મહિલાઓ પણ આત્‍મનિર્ભર બની શકે.

(4:39 PM IST)