<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સોનામાં વધુ ૪૦૦ રૂા.નો ઉછાળો ભાવ ૮પ,ર૦૦ની નવી સપાટીએ

રાજકોટ, તા., ૩: બુલીયન માર્કેટમાં સોનામાં તેજીને પગલે રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે વધુ ૪૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ૮પ,ર૦૦ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં નવા સપ્તાહના પ્રારંભે સોનામાં વધુ ૪૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮૪,૮૦૦ રૂા. હતા તે વધીને ૮પ,ર૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૪૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૮,૪૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,પર,૦૦૦ રૂા.ની સપાટીએ  ભાવ પહોંચ્‍યા હતા. સોનાના ભાવ ૮પ,ર૦૦  ઓલ ટાઇમ હાઇ સપાટી હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. ચાંદીના ભાવમાં બપોર સુધીમાં ખાસ કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯પ,૦૦૦ રૂા.ની સપાટીએ સ્‍થિર રહયા હતા.

(4:44 PM IST)