News of Monday, 3rd February 2025
સીરિયામાં કારમાં પ્રચંડ વિસ્ફોટ : 18 મહિલાઓ સહીત 19 લોકોના મોત:એક ડઝનથી વધુ ઘાયલ
કાર વિસ્ફોટ માનબીજ શહેરની બહાર મોટાભાગે મહિલા કૃષિ કામદારોને લઈ જતા, વાહનની બાજુમાં થયો

ઉત્તર સીરિયામાં કાર બ્લાસ્ટના સમાચાર આવ્યા છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે એક મહિનાથી ઓછા સમયમાં આ સાતમી વખત છે જ્યારે સીરિયામાં આવા કાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે.
ઉત્તર સીરિયાના એક શહેરની બહાર એક કારમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કાર વિસ્ફોટ માનબીજ શહેરની બહાર મોટાભાગે મહિલા કૃષિ કામદારોને લઈ જતા, વાહનની બાજુમાં થયો હતો. હોસ્પિટલના નર્સ મોહમ્મદ અહેમદે જણાવ્યું કે, મૃતકોમાં 18 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. સ્થાનિક સીરિયન સિવિલ ડિફેન્સ અનુસાર, અન્ય 15 મહિલાઓ ઘાયલ થઈ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ બાદ હજુ સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી લીધી નથી. સિવિલ ડિફેન્સના ડેપ્યુટી ડાયરેક્ટર મુનીર મુસ્તફાએ જણાવ્યું હતું કે, માનબીજમાં એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આ સાતમો કાર બોમ્બ વિસ્ફોટ હતો.
પ્રમુખ બશર અસદને સત્તા પરથી હટાવવામાં આવેલા ઘાતક બળવા દરમિયાન જૂથોએ ડિસેમ્બરની શરૂઆતમાં SDF પાસેથી શહેર કબજે કર્યું હતું. એક રહેવાસીએ જણાવ્યું કે જે કારમાં વિસ્ફોટ થયો તે રોડ કિનારે પાર્ક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સતત હુમલાઓએ રહેવાસીઓને વધુ સજાગ રહેવાની ફરજ પાડી છે. માનબીજના કાર્યકર અને પત્રકાર જમીલ અલ-સૈયદે જણાવ્યું હતું કે, માનબીજના લોકો દ્વારા અમુક વિસ્તારોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ શહેરના મુખ્ય વિસ્તારોમાં સર્વેલન્સ કેમેરા લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુસ્તફાએ ચેતવણી આપી હતી કે સીરિયાના બીજા શહેર નજીક અલેપ્પો પ્રાંતમાં થયેલા હુમલાઓ યુદ્ધ પછી સુરક્ષા અને આર્થિક પુનઃપ્રાપ્તિ હાંસલ કરવામાં સીરિયાની પ્રગતિ માટે ખતરો છે. મોટા ભાગના વિસ્ફોટ રાત્રે થયા હતા. નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, મુસ્તફાએ જણાવ્યું હતું કે, સીરિયન નાગરિક વિસ્તારો પર સતત હુમલાઓ અને નાગરિકોને નિશાન બનાવવાથી તેમની માનવતાવાદી દુર્ઘટના વધી છે, જે શૈક્ષણિક અને કૃષિ પ્રવૃત્તિઓ અને આજીવિકાને નબળી પાડે છે. જેના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
