<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે :ભક્તો હવે 30 મિનિટમાં રૂદ્રપ્રયાગથી ભોલેબાબાના દરબારમાં પહોંચશે

પ્રથમ તબક્કામાં ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 9.7 કિલોમીટર લાંબો રોપ-વે બનાવાશે : ટેન્ડર મંગાવાયા : 956 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર

કેદારનાથ ધામને રોપ-વેથી જોડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. પ્રથમ તબક્કામાં ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 9.7 કિલોમીટર લાંબો રોપ-વે બનાવવામાં આવશે. આ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. રોપ-વેના નિર્માણથી કેદારનાથ ધામમાં આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓની યાત્રા સરળ બનશે.

હાલમાં કેદારનાથ પહોંચવા માટે તીર્થયાત્રીઓએ ગૌરીકુંડથી કેદારનાથ સુધી 16 કિમીનું ઊભું ચઢાણ કાપવું પડે છે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 11,657 ફૂટની ઉંચાઈ પર સ્થિત સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધી 13 કિમી લાંબો રોપવે બાંધવાનો પ્રસ્તાવ છે.
આ કામ બે તબક્કામાં પૂર્ણ કરવાનું છે. પ્રથમ તબક્કામાં ગૌરીકુંડથી કેદારનાથ ધામને જોડવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં, સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેનો 3.3 કિમીનો વિસ્તાર રોપ-વે દ્વારા જોડવામાં આવશે. આ માટે 956 કરોડ
હવાઈ અને ભૂગર્ભ સર્વે સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. રોપ-વે માટે સોનપ્રયાગ અને કેદારનાથ ધામમાં મુખ્ય સ્ટેશન બનાવવામાં આવશે, જ્યારે ગૌરીકુંડ, ચિરબાસા અને લિંચોલીમાં સબ સ્ટેશનો હશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રોપવે નિર્માણની જવાબદારી નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડને સોંપી છે.

છેલ્લાં 2 વર્ષથી 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દરેક યાત્રા સીઝનમાં કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. તેમાંથી મોટી સંખ્યામાં ઘોડા-ખચ્ચર અને ડોલી દ્વારા પહોંચે છે. પરંતુ પગપાળા યાત્રા કરતા વૃદ્ધો, બાળકો અને મહિલા યાત્રાળુઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધામને રોપ-વે દ્વારા જોડવાના પ્રોજેક્ટને તેમના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ કર્યો હતો. રોપ-વે માટે જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.


રૂદ્રપ્રયાગના જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું કે, રોપ-વે માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. એવી અપેક્ષા છે કે બાંધકામનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. રોપ-વે બન્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગથી કેદારનાથ ધામ પહોંચવામાં માત્ર 30 મિનિટનો સમય લાગશે, જ્યારે હાલમાં પગપાળા જતા તીર્થયાત્રીઓને સાતથી આઠ કલાક કે તેથી વધુ સમય લાગે છે.

(7:35 PM IST)